SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન બીજાં દર્શનો કે ધર્મો સાથેના વિરોધને તો આપણે અમુક રીતે કદાચ વાજબી ઠરાવી શકીએ. બીજાઓ કદાગ્રહમાં પડીને આપણાં ધર્મ કે દર્શનની નિંદા કરવા લાગે તો આપણાથી ચૂપ ન બેસી શકાય, અને એનો ઘટતો જવાબ વાળવો પડે. પણ જૈનધર્મના જુદાજુદા સંપ્રદાયો કે ગચ્છો તાત્ત્વિક કોઈ પણ પાયાના મતભેદ વગર જ જ્યારે એકબીજાનો વિરોધ કરીને એકબીજાનું ખંડનમંડન કરવાના અને પરસ્પરનો છેદ ઉડાડવાના કેવળ આપઘાત જેવા માર્ગે વળ્યા એનો વિચાર કરીએ છીએ, ત્યારે નવાઈ અને દુઃખ લાગ્યા વગર નથી રહેતાં. ૨૨૨ અને આપણી પરસ્પરની હોંસાતૂંસી તો એટલી ભયંકર નીવડી, કે એમાં આપણી પાસે સર્વ દર્શનો, સર્વ ધર્મો અને સર્વ મતોનો સમન્વય સાધી શકનાર અનેકાંતવાદનું જે મહાઅમૃત આપણને વારસામાં મળ્યું હતું, એ અમૃતનો ટૂંપો જ આપણે ખોઈ બેઠા અને આપણી સ્થિતિ કરોડાધિપતિ પિતાના, રસ્તે ભીખ માગતા દીકરા જેવી દારુણ અને કરુણ બની ગઈ ! આ દોષ આપણે પોતે જ પેદા કર્યો છે; એટલે એ માટે બીજાને આપણે શું કહી શકીએ ? અને જ્યારે માનવી ગુણગ્રાહક વૃત્તિને તરછોડીને મમત અને કદાગ્રહનો ભોગ બને છે, ત્યારે એ એનો માણસાઈનો મુખ્ય ગુણ ગુમાવીને પાશવી વૃત્તિઓનો ભોગ બની જાય છે. અને આવી વૃત્તિ જન્મી એટલે સાધ્યને અનુરૂપ શુદ્ધ સાધન રહેવું જોઈએ એ આગ્રહ શિથિલ બની જાય છે. પરિણામે, અશુદ્ધ સાધનોને કારણે એનું સાધ્ય દૂષિત બને છે; એટલું જ નહીં, એ સાવ બદલાઈ જાય છે, અને છેવટે ‘બગડે બે'ની કમનસીબી જ બાકી રહે છે ! અમે ચોક્કસ માનીએ છીએ કે આપણે સાધનશુદ્ધિના આગ્રહને મજબૂત રીતે વળગી રહ્યા હોત અને ભગવાન મહાવીરની જેમ ગમે તેવાં સંકટોની સામે પણ સાધનશુદ્ધિની વાત છોડી ન હોત, તો જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિનાં તેજ અને પ્રભાવને આપણે સો-ગણાં વધારી શકયા હોત. અત્યારે તો, આપણા ધર્મની આપણા પોતાના જ હાથે ઉત્તરોત્તર હાનિ થતી રહી છે; એનું મુખ્ય કારણ સાધનશુદ્ધિનો આગ્રહ આપણે પડતો મૂક્યો એ જ છે. તાજેતરના કલકત્તાના તોફાન જેવા અનેક માઠા પ્રસંગો આપણે ત્યાં બન્યા એનું કારણ પણ સાધનશુદ્ધિની અનિવાર્યતાના નિયમનું અજ્ઞાન જ છે. નહીં તો પંચમહાવ્રતની પ્રતિજ્ઞાવાળા ધર્મગુરુઓના પ્રેર્યા બાર વ્રતધારી ગૃહસ્થો આવી મારામારી કરે એવું બને જ નહીં. પણ જ્યાં બુદ્ધિ ઉ૫૨ કદાગ્રહે અંધારપછેડો પાથરી દીધો હોય, ત્યાં સારા-ખોટાનો વિવેક ન જ રહી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy