SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૬ ૧૮૯ નુકસાન થવાનો સંભવ છે, તો આ છૂટને પાછી ખેંચી લેતાં તેઓ ખમચાત નહીં પણ તેઓએ આવું કોઈ પગલું ભર્યું ન હતું. એટલે આપણા સાધ્વીસંઘને શ્રાવકસંઘની સમક્ષ પણ વ્યાખ્યાન આપવાની, તેમ જ એને કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ તેઓએ આપી હતી તેથી એકંદરે જૈનસંઘને લાભ જ થયો છે. અત્યારે આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે આપ સૌની સમક્ષ જે વાત મૂકી છે તેનું હાર્દ આ જ છે; અને શ્રીસંઘ એને આ દૃષ્ટિએ જ સમજશે અને અપનાવશે તો તેથી ઘણો લાભ થશે. આની સાથે “શ્રાવકસંઘ સમક્ષ વ્યાખ્યાન વાંચનાર સાધ્વીને નટીની ઉપમા આપવામાં આવી છે” એનો ભાવ પણ સમજવાની જરૂર છે, જેથી ખોટી વાતને પોષણ આપ્યાના દોષથી બચી શકાય. આ વાતનો ખુલાસો એ છે કે જે સાધ્વી પોતાના ગુરુની આજ્ઞા મેળવ્યા વગર જ. પોતાની મેળે જ, શ્રાવકસંઘ સમક્ષ વ્યાખ્યાન આપે છે, તેને આવી ઉપમા આપવામાં આવી છે. અમારા સમુદાયનાં સાધ્વીજીઓ શ્રાવકસંઘ સમક્ષ વ્યાખ્યાનો આપવાની તેમ જ કલ્પસૂત્ર આદિનું વાચન કરવાની જે પ્રવૃત્તિ કરે છે, તે પોતાના આચાર્યદેવની અનુમતિથી જ કરે છે, તેથી એમને આ દોષ લાગતો નથી. એટલું જ નહીં, એથી એમની બુદ્ધિશક્તિ અને વિદ્વત્તામાં એકંદર વધારો જ થયો છે. એટલે આચાર્ય-ભગવાનના એકાદ જૂના કથનને આગળ કરીને આવો વિરોધ કરવો ઉચિત નથી." સ્વર્ગસ્થ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના પટ્ટધર આચાર્યશ્રીનો તેમ જ આગમપ્રભાકરજી મહારાજ જેવા સમભાવી અને સત્યગ્રાહી મુનિવરનો આ બાબતમાં આટલો સ્પષ્ટ ખુલાસો મળ્યા પછી પણ જેઓને આ બાબતમાં પોતાનો વિરોધ ચાલુ જ રાખવો હોય તેઓને એમ કરતાં કોણ રોકી શકે ? (તા. ૬-૧૧-૧૯૭૧) (૩૬) સાધ્વીસંઘ બાબત તપગચ્છ હજી નહિ જાગે? જૈનસંઘના બધા ફિરકામાં અને જેન શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાના તપગચ્છ સિવાયના બધા ગચ્છોમાં સાધ્વીસંઘને શાસ્ત્રાભ્યાસ, વિદ્યાધ્યયન, સંશોધન, લેખન તથા પ્રવચનની પૂરી મોકળાશ આપવામાં આવેલી છે. આવો દરેક સાધ્વીસમુદાય જેમ, એક બાજુ વધારે તેજસ્વી, અધ્યયનશીલ અને પ્રભાવશાળી બન્યો છે, તેમ બીજી બાજુ પોતાની લેખન, ચિંતન અને પ્રવચનની કાબેલિયતના લીધે શ્રીસંઘ તથા સામાન્ય જનસમૂહને ધર્મબોધ આપીને સારા પ્રમાણમાં લોકોપકારક પણ સાબિત થયો છે. વળી એના દ્વારા, સાધુસંઘ જેટલી જ શાસનની પ્રભાવના થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy