SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૧૩ ૩૬૫ વિશ્વવિદ્યાલયની કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. સંસ્કૃત-પ્રાકૃત-ધર્મ આદિ કોઈ પણ વિષયમાં એમ.એ., પીએચ.ડી., શાસ્ત્રી, આચાર્ય આદિની પદવી પ્રાપ્ત કરવાનું શકય છે. આવા પ્રકારની પદવીવાળા સાધુઓની આજના યુગમાં જરૂરિયાત છે અને એમની પ્રતિષ્ઠા પણ છે. તેઓ સાહિત્ય વગેરેના માધ્યમ દ્વારા જેનવિદ્યાના – જૈન શાસ્ત્રોના હાર્દને વિશ્વ સમક્ષ સત્ય રૂપમાં પ્રસ્તુત કરી શકે છે. સાથેસાથે સાધુસાધ્વીઓને ભણાવી સાધુ-શિક્ષણની ગંભીર સમસ્યાને પણ સરળતાથી હલકી કરી શકે છે. “વિદ્યાશ્રમ અધ્યયન-અધ્યાપનસંબંધી સઘળી સગવડો આપવા તૈયાર છે, પરંતુ તેની પાસે મુનિર્વાદના નિવાસસ્થાનની કોઈ સગવડ નથી. આ અમારી એક અનિવાર્ય આવશ્યકતા છે. જો કોઈ શિક્ષણપ્રેમી શ્રમણોપાસક અમારી આ મુશ્કેલીને પોતાની ઉદારતાથી દૂર કરી આપશે તો અમને શ્રમણવર્ગની શિક્ષણ-સેવા કરવામાં અત્યંત પ્રસન્નતા થશે. જમીન તો અમારી પાસે છે જ; માત્ર મકાન ઊભું કરવાનો જ સરળતાથી પ્રબંધ કરવાનો રહેશે, અને તે માટે અમારે રૂ. ૫૦,૦00ની જરૂરિયાત છે, અથવા કોઈ દાનવીર પોતાના તરફથી કોઈની પુણ્યસ્મૃતિમાં આ ભવનનું નિર્માણ કરાવી શકે છે. એનાથી અહંત-મત એટલે કે જૈનધર્મની ઘણી જ ઉપયોગી સેવા થઈ શકશે. “વિશેષ ખુલાસા અને પૂછપરછ માટે આપ અમોને લખીને સંપર્ક સાધી શકો છે : ડૉ. મોહનલાલ મહેતા : અધ્યક્ષ, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ-સંસ્થાન, કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલય, વારાણસી – ૫.” અમે વિદ્યાશ્રમના આ પરિપત્રનું સ્વાગત કરીએ છીએ. વિદ્યાશ્રમના મુખ્ય સંચાલક ડો. મોહનલાલ બે વિષયના એમ. એ. અને કર્મશાસ્ત્રના પીએચ. ડી. છે. જૈન ધર્મ અને સાહિત્યનું એમનું અધ્યયન વ્યાપક, ઊંડું અને આધારભૂત છે. આ સંસ્થાએ સાધુ-મુનિવરો રહી શકે એવું મકાન બનાવી આપવાની જે ટહેલ નાખી છે, તે વધાવી લેવા જેવી અને જલદી પૂરી કરવા જેવી છે. અમે જૈનસંઘને ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે વિદ્યાશ્રમની આ માગણીને એ સત્વર પૂરી કરે. વિદ્યાશ્રમના સંચાલકોએ જૈન મુનિવરોના ઊંચા અધ્યયનની જોગવાઈ કરી આપવાની જે ભાવના દર્શાવી છે તે માટે એમને ખૂબખૂબ ધન્યવાદ ઘટે છે. ઇચ્છીએ કે જૈનસંઘ આ સંસ્થાના વિકાસમાં સક્રિય રસ લઈને એને આર્થિક તેમ જ બીજો પૂરેપૂરો સહકાર આપે, અને આપણા મુનિવરો આવા ઉત્તમ વિદ્યાધામનો વધુ ને વધુ લાભ લેવા પ્રેરાય. અહીં અધ્યયન માટે રહેવામાં કાશી જેવા પ્રાચીન મહા વિદ્યાધામના વિદ્યામય વાતાવરણનો લાભ મળવાનો છે, એ વિશેષ આકર્ષણ ગણાય. (તા. ૧૮-૯-૧૯૬૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy