SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ જિનમાર્ગનું અનુશીલન (૫) ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ અને આપણે નીચેની હકીકત જૈન સમાજે ખાસ જાણવા જેવી હોવાથી આ નોંધ લખીએ છીએ: યુરોપીય પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું એ સને ૧૯૧૮(?)ની સાલમાં હિન્દુસ્તાનમાં બનેલી યાદગાર ઘટનાઓ પૈકીની એક ઘટના તે પૂનામાં ઓલ ઈન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સની (અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા-પરિષદૂની) સ્થાપના. એના સ્થાપક હતા દેશ-વિદેશમાં વિખ્યાત, મહારાષ્ટ્રના પ્રથમ પંક્તિના વિદ્વાન સ્વ. ડૉ. રામકૃષ્ણ ભાંડારકર. પ્રાચ્ય (જગતના પૂર્વના દેશોની) વિદ્યાને લગતી કોઈ શાખાને વિશેષ પલ્લવિત કરવા પ્રયત્ન કરવો અને તેને વિષયના અભ્યાસીઓ તેમ જ નિષ્ણાતોને એકબીજાની નિકટ લાવી એ બધાની શક્તિઓનો સમન્વય કરવો અને એ દ્વારા પશ્ચિમની વિદ્યાઓની પ્રગતિની હરોળમાં પૂર્વની વિદ્યાઓને લાવવી એ આ સંસ્થાનો ઉદ્દેશ છે. તેની સ્થાપના પછી, તેના સ્થાપકો તેમ જ સહકારીઓના પાંડિત્ય અને વ્યક્તિત્વના બળે સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ સાધતી રહી છે અને પોતાની પ્રતિષ્ઠા વધારતી રહી છે. આ સંસ્થાના સભ્ય હોવું એ સન્માન ગણાય છે. આ સંસ્થાએ પોતાના કાર્યને વેગ આપવા માટે, તેમ જ પ્રાચ્યવિદ્યાનાં નવાંનવાં ક્ષેત્રોમાં પ્રગતિ સાધવા માટે, વિદ્યારસિકો અને વિદ્વાનોમાં પરસ્પર જીવંત સંપર્ક સાધવાના ઉદ્દેશથી, દેશનાં જુદાંજુદાં શહેરોમાં, પોતાનું દ્વિવાર્ષિક અધિવેશન ભરવાનો ક્રમ ચાલુ રાખ્યો છે. આ ક્રમ પ્રમાણે, એકાદ અપવાદ સિવાય, આ કોન્ફરન્સનું દરેક અધિવેશન ભરાયું છે, અને એમાં દેશના દૂરદૂરના પ્રદેશમાં વસતા પ્રાપ્ય વિદ્યાના પંડિતો ભેગા મળી વિચારોની આપ-લે કરે છે. આ ક્રમ પ્રમાણે આ કૉન્ફરન્સનું ૧૬મું અધિવેશન તા. ૩-૧૦-૧૯૫૧થી લખનૌ મુકામે મળવાનું છે. જૈન સાહિત્ય પ્રાચીન કાળથી ભારતીય સાહિત્યના એક અગત્યના અંગરૂપ હોવા છતાં, ઈસ્વીસનની સત્તરમીથી ઓગણીસમી સદી દરમિયાન આ વાત જાણે ભુલાઈ ગઈ હતી અને ભારતીય વિદ્યાના પંડિતો એ તરફ ભાગ્યે જ વિશેષ ધ્યાન આપતા હતા. ધીમેધીમે સાંપ્રદાયિકતાનું પડ વધુ ઘેરું બનતું જતું હતું અને એની નીચે જૈન સાહિત્યનાં વ્યાપકતા અને સર્વતોમુખીપણું એ વૈશિસ્ત્રો ઢંકાઈ ગયાં હતાં. કોઈકોઈ સ્થળે તો એવી માન્યતા પણ ઘર કરતી જતી કે જૈનધર્મ એ તો બૌદ્ધધર્મની શાખામાત્ર છે. આ પડને ભેદ્યા વગર જૈનધર્મ કે જૈન સાહિત્ય વિષેનું સત્ય સામાન્ય જનસમૂહની જાણમાં આવે એ અશક્ય હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy