SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃતાદિનું અધ્યયન : ૫ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, કેન્દ્ર-સરકાર કે પ્રાદેશિક સરકાર તરફથી અથવા તો બિનસરકારી (વ્યક્તિગત કે સાર્વજનિક) માર્ગે આર્થિક સહાયતા મળે તો તેઓ પ્રાકૃત ભાષા અને સાહિત્યને પોતાના પાઠ્યક્રમમાં સ્થાન આપવા તૈયાર છે.” પ્રાકૃત-વિદ્યામંડળે પ્રાકૃતના અધ્યયન અંગે અત્યારે જે સ્થિતિ પ્રવર્તી રહી છે તે અંગે આવો વિગતવાર અહેવાલ તૈયાર કરીને એક ઉપયોગી કાર્ય કર્યું છે. પણ આ અહેવાલ દ્વારા પરિસ્થિતિથી વાકેફ થઈને આપણે ચૂપ રહીએ, તો આ અહેવાલ તૈયા૨ કર્યાનો પરિશ્રમ સફ્ળ ન થાય. એટલે આ અહેવાલથી આ દિશામાં સક્રિય થવાની ચેતના આપણામાં જાગવી જોઈએ અને આ કામ આર્થિક કારણે અટકી ન પડે એ માટે જૈનસંઘે પ્રયત્નશીલ થવું જોઈએ. પ્રાકૃત-વિદ્યામંડળ આ ક્ષેત્રમાં ધીમેધીમે એવી કાર્યશક્તિ કેળવી રહ્યું છે, કે જેથી એ પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયન અને વિકાસની બાબતમાં ખૂબ ઉપયોગી સેવા બજાવી શકશે. એક રીતે એમ કહેવું જોઈએ કે જે કામ ઘણા વખત પહેલાં થવું જોઈતું હતું, તે મોડેમોડે પણ થવા લાગ્યું છે. જ્યારે પ્રાકૃતના વિદ્વાનો આ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા હોય, ત્યારે એને પૂરેપૂરી આર્થિક સહાય મળી રહે એ જોવાનું કામ શ્રીસંઘ અને વિદ્યાપ્રેમી સૌ શ્રીમાનોનું છે. પ્રાકૃત-વિદ્યામંડળનું સરનામું આ પ્રમાણે છે. C/o. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, પોસ્ટ નવરંગપુરા. અમદાવાદ ૩૮૦ ૦૦૯ પ્રાકૃત ભાષાની એક વધુ ઉપેક્ષા આ નોંધ પણ પ્રાકૃત વિદ્યામંડળે તૈયાર કરેલ અહેવાલને આધારે લખીએ છીએ. પ્રાકૃત-વિદ્યામંડળે તૈયાર કરેલ પ્રાકૃતના અધ્યયનની પરિસ્થિતિનો ખ્યાલ આપતો જે અહેવાલ અમે અમારી પહેલી નોંધમાં આપ્યો છે, તે ઉપરાંત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કેન્દ્રસરકાર તેમ જ જુદાંજુદાં રાજ્યો દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે, તેમાં કાં કઈકઈ ભાષાની પરીક્ષાઓ લેવાય છે, એની નીચેની જાણવા જેવી વિગતો પણ એમણે એકત્ર કરીને આ અહેવાલ સાથે આપી છે : (નોંધ : આંકડાઓ વિષયોની કુલ સંખ્યા બતાવવા જ મૂકયા છે.) વિષય સંસ્કૃત પાલિ | ઉર્દૂ ફારસી અરબી ભા.સંસ્કૃતિ ફ્રેંચ ૫ ૧. ભારતસરકાર ૨. બિહાર ૩. ઉત્તરપ્રદેશ ૪. મદ્રાસ Jain Education International ૧ ૧ ૧ ૧ . ૨ w m . . » y ૪ ૩ ૪ ૫ ܡ ૪ ૪૩૫ For Private & Personal Use Only ... । II । । www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy