SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન હવે જૈન સાધુનું જીવન સ્વીકારવા છતાં જો જીવનમાં અહિંસા, નિષ્કષાય વૃત્તિ અને વીતરાગતાના વિકાસને બદલે અહંકાર, અંધશ્રદ્ધા કે અજ્ઞાનનો પ્રાદુર્ભાવ થવા લાગે અને એના લીધે જનસમુદાયને સાંપ્રદાયિક કટ્ટરતા તરફ દોરવાની પ્રવૃત્તિ હાથ ધરાય તો સમજવું કે એ રૂપે પણ સાધુજીવનમાં શિથિલતાએ પ્રવેશ કર્યો છે. ૧૧૨ માનસિક વિકાસની ઊણપ સૂચવતી આ શિથિલતા અને આચરણશુદ્ધિની ખામીને સૂચવતી આગળ વર્ણવેલી શિથિલતા – એ બે વચ્ચે અમુક દેખીતો ભેદ તો છે જ; આમ છતાં સંઘ અને ધર્મના અભ્યુદયમાં આ શિથિલતા પેલી શિથિલતા કરતાં જરા ય ઓછી હાનિકારક નથી એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું. આગળ વર્ણવેલી શિથિલતા સમાજમાં આચારહીનતા જન્માવી ભક્તસમુદાયમાં દોષનો પણ બચાવ કરવાની કે એની તરફ આંખમીંચામણાં કરવાની અંધભક્તિને વેગ આપે છે, ત્યારે આ બીજા પ્રકારની શિથિલતા તો સંઘમાં વિચારહીનતા જન્માવી, ક્લેશ-કંકાસ-કુસંપને વેગ આપી, સંઘને છિન્નભિન્ન અને વેરવિખેર કરી નાખે છે. - પણ આ ઉપરથી રખે કોઈ માને કે આપણો આખો સાધુસંઘ આવો શિથિલ બની ગયો છે. રણમાં મીઠી વીરડી સમા ભલે આંગળીને વેઢે ગણી શકાય એટલા - સાધુચરત મુનિરાજો આપણા સંઘમાં છે જ; એ જ આપણી આશાના પ્રેરક છે. વળી, એમ પણ માની બેસવાની કે નિરાશ થવાની જરૂર નથી કે આટલી હદે ઘર કરી ગયેલી શિથિલતાને દૂર કેવી રીતે કરી શકાશે. અલબત્ત, આ કામ સારી પેઠે કઠણ છે. છતાં આના અજમાવી શકાય એવા ઉપાયો છે જ. (તા. ૩૧-૩-૧૯૬૨) ઉપાયો. - સંઘ-શરીરમાં તેમાં ય ખાસ કરીને શ્રીસંઘના અગ્રણીપદે બિરાજતા શ્રમણસંઘમાં – જે અનેક પ્રકારની શિથિલતાઓ પ્રવેશી ગઈ છે અને હજી યે પ્રવેશી રહી છે, તે ખૂબ ચિંતા ઉપજાવે એવી છે; એથી સંઘનું સ્વાસ્થ્ય એટલે કે ધર્મનો પ્રાણ અને સંસ્કૃતિનું હૃદય ભારે જોખમમાં મુકાઈ ગયેલ છે. તેથી એમાં સત્વર સુધારણા એ જૈનસંઘને માટે એક પ્રાણપ્રશ્ન બની ગયો છે. એના ઉકેલ માટે શ્રીસંઘ પોતાનાં તન-મન-ધનને જેટલાં ખર્ચે એટલાં ઓછાં છે; એટલાં સાર્થક પણ બને. આ શિથિલતા વધતી કેવી રીતે અટકે ? આ પ્રશ્નનો ઉત્તર શોધવા કંઈક પ્રયત્ન કરીએ. માનવીના મનનું ઘડતર જ એવું વિચિત્ર છે કે કયારેક દૈવી વૃત્તિ પ્રબળ બને છે, તો ક્યારેક આસુરી વૃત્તિનું જોર જામે છે. દુષ્ટમાં દુષ્ટ ગણાતા માનવીના હૃદયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy