SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જિનમાર્ગનું અનુશીલન માટેની આરાધનાનું વિધાન કરવામાં આવ્યું છે, ત્યાં સ્વાધ્યાયને અચૂક રીતે સ્થાન આપવામાં આવ્યું જ છે. આ સ્વાધ્યાયનો અર્થ જ્ઞાનોપાસના સિવાય બીજો છે પણ શું? આપણા શાસ્ત્રકારોએ તો આ સ્વાધ્યાયની આત્યંતર તપમાં ગણના કરીને એનું ભારે ગૌરવ કર્યું છે. બાહ્ય તપ અને આત્યંતર તપ વચ્ચેનો તફાવત પણ એ જ છે, કે આત્યંતર તપ આત્માને વધુ અને જલદી સ્પર્શે છે. બીજી બાજુ ઠેરઠેર આત્મશુદ્ધિ માટે જ્ઞાન અને ક્રિયાનું સમાનપણું વર્ણવવામાં આવ્યું છે તે બીના પણ જીવનમાં જ્ઞાનોપાસનાની અનિવાર્યતાનું સૂચન કરે છે. શાસ્ત્રકારોએ તો ક્રિયાકાંડ કરતાં જ્ઞાનનું મૂલ્ય લેશ પણ ઓછું નહીં આંકતાં ઊલટું પહi ના તો કયા (પહેલું જ્ઞાન; પછી દયા) જેવાં સૂત્રો દ્વારા જ્ઞાનની અનિવાર્યતા જ સૂચવી છે. આમ છતાં આપણે આપણી વધારે પડતી ક્રિયાકાંડપરાયણતાને લઈને જ્ઞાનોપાસનામાં ખૂબખૂબ પાછા પડી ગયા છીએ. પરિણામે, જે પદવીઓ અચૂક રીતે જ્ઞાનની ઉચ્ચ ભૂમિકાની દ્યોતક બનાવી જોઈએ, તે કેવળ અમુક પ્રકારનાં વ્રત, નિયમ અને ક્રિયાકાંડપરાયણતાને બળે જ, ગમે તે અલ્પજ્ઞાની સાધુને પણ, સુલભ બની ગઈ છે. આ સ્થિતિ અમને અનિચ્છનીય લાગે છે. પચીસેક વર્ષ પહેલાં આપણા સંઘમાં એકી સાથે મોટી સંખ્યામાં આચાર્યો બનાવવામાં આવ્યા, તેમાં જ્ઞાનની દૃષ્ટિએ અને બીજી દૃષ્ટિએ પણ કેવી અસમર્થ વ્યક્તિઓ આચાર્ય બની ગઈ એ માટે ઝાઝું કહેવાની જરૂર નથી. તે પછી પણ મુનિવરોને જુદીજુદી પદવીઓ આપવાનો ક્રમ ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે અને છતાં સાધુઓના જ્ઞાનની ભૂમિકામાં વધારો થતો નથી એ બીના એટલું જરૂર સૂચન કરે છે, કે આ પદવીદાનની પદ્ધતિમાં જ કયાંક મૂળગત દોષ રહેલો છે. એક બાજુ એક પણ પદવી વગરના કેટલાક મુનિવરોને જ્ઞાનની અખંડ ઉપાસના કરતા જોઈએ છીએ અને બીજી બાજુ મોટામાં મોટા પદવીધરોને પણ શાસ્ત્રજ્ઞાનમાં કે બીજી વિદ્યાઓમાં પાંગળા જોઈએ છીએ ત્યારે ઉપરની વાત વધુ સાચી લાગ્યા વગર નથી રહેતી. અલ્પજ્ઞાની પદવીધરો સરવાળે ધર્મનો મહિમા વધારવાને બદલે એનું મૂલ્ય ઓછું કરવાના જ નિમિત્ત બને છે. એટલે જૈનધર્મનું ગૌરવ વધારવા, પદવીનું પોતાનું ગૌરવ અખંડિત રાખવા અને સાધુ-સમુદાયનું ગૌરવ જાળવી રાખવા માટે પદવી માટેની એક અનિવાર્ય લાયકાત તરીકે જ્ઞાનની ઉચ્ચ ભૂમિકાનો સ્વીકાર થવો જોઈએ. (તા. ૯-૧-૧૯૫૪) હવે ઉચ્ચ ધર્મકાર્યોને પાર પાડે તેવા આચાર્યપદને માટેની વાસ્તવિક ગુણસંપત્તિનો વિચાર કરીએ : આચાર્યનું સ્થાન અને માન શાસનના અધિનાયક, શિરતાજ, રાજા કે સમ્રાટ જેટલું મોટું છે. મર્મસ્પર્શી અને તલસ્પર્શી જ્ઞાનના તેજપુંજથી અને જીવનસ્પર્શી ચારિત્રની જ્યોતથી એમનું વ્યક્તિત્વ જળહળતું હોય. એમનું હૃદય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy