SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ જિનમાર્ગનું અનુશીલન એ મૂળ ગ્રંથ છેલ્લાં સાતસો-આઠસો વર્ષ દરમિયાન કોઈના જોવામાં આવ્યો હોય એમ નથી લાગતું; એટલે એ મૂળગ્રંથ-રૂપી સુવર્ણપાત્રમાં એના વિદ્યાસિદ્ધ કર્તાએ સંગ્રહેલ વિદ્યા-અમૃતનો આસ્વાદ મેળવવાનું એકમાત્ર સાધન એની ટીકા જ છે. આ ટીકાનું નામ “ન્યાયાગમાનુસારિણી નયચક્રપાલવૃત્તિ' છે. એમાં, (તેમ જ મૂળ ગ્રંથમાં પણ) એના નામને અનુરૂપ, અન્ય ગ્રંથોના પાઠોની સાક્ષીઓની સાથેસાથે અનેક આગમ-ગ્રંથોના પાઠોની સાક્ષીઓ પણ મૂકવામાં આવી છે, જેને લીધે ગ્રંથનું ગૌરવ અને સ્વારસ્ય વિશેષ વધી જાય છે. આ ટીકાનું પ્રમાણ અઢાર હજાર શ્લોક (= ૧૬ અક્ષર) જેટલું છે. તેની જે અનેક હસ્તપ્રતો અત્યારે ઉપલબ્ધ છે, તેમાંની એક તો એવી છે, જે ઉપાધ્યાય મુનિ શ્રી યશોવિજયજી તથા બીજા છ મુનિવર – એમ સાત મુનિવરોએ, માત્ર પંદર દિવસ જેટલા ટૂંકા સમયમાં, પોતાને હાથે, વિ.સં. ૧૭૧૦માં, પાટણ શહેરમાં લખેલી છે. આ પ્રત અમદાવાદના દેવસાના પાડાના ઉપાશ્રયમાં પંન્યાસ શ્રી મહેન્દ્રવિમલજીના ભંડારમાંથી મળી છે. પણ આ હસ્તપ્રત આ ગ્રંથનું અડધા ઉપરાંતનું મુદ્રણ પૂરું થયા પછી મળી હતી, એટલે આ ગ્રંથનાં સંશોધન-સંપાદન મુદ્રણનું કાર્ય બીજી અનેક પ્રતોના આધારે શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર સંઘની શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢી હસ્તકના હસ્તલિખિત ભંડારમાંની પ્રતિ મુખ્ય છે, જે શ્રી યશોવિજયજી મહારાજે લખેલ પ્રત કરતાં જુદા કુળની અને ૫૦-૬૦ વર્ષ જેટલી પ્રાચીન છે. “નયચક્ર' ઉપરની આ ન્યાયાગમાનુસારિણી થકાના કર્તા છે શ્રી સિંહસૂરિ ગણી વાદી ક્ષમાશ્રમણ. તેઓ પણ પ્રખર તાર્કિક, દાર્શનિક અને આગમિક વિદ્વાન્ હતા એમ આ ટીકા ઉપરથી જાણી શકાય છે. એમનો સમય મલ્લવાદીથી બહુ દૂરનો નહીં એવો વિક્રમનો પાંચમો-છઠ્ઠો સૈકો ગણાય છે. આવા મહાન વિદ્વાન આચાર્યનો કોઈ જાતનો પરિચય કોઈ ગ્રંથમાંથી ઉપલબ્ધ થતો નથી. આમ છતાં એમનો આ એક જ ગ્રંથ એમની પારગામી વિદ્વત્તાને, ઉત્કટ શાસનભક્તિને, તેમ જ એમના શીલસંપન્ન જીવનના પ્રભાવને યુગો સુધી અમર બનાવવા સમર્થ છે. (તા. ૧-૭-૧૯૬૭) પ્રથમ પ્રકાશનપ્રસંગ આ ગ્રંથનાં બે સંશોધન પ્રકાશન પૈકી પ્રથમ પ્રકાશનનો પ્રસંગ તા. ૨૭-૩૧૯૬૦ને રોજ સવારના પૂ. આ. મ. શ્રી વિજયલબ્ધિસૂરજીના અધ્યક્ષપદે થયો, તેમાં આચાર્ય મહારાજે પોતે જ સંશોધિત-સંપાદિત કરેલ “દ્વાદશાર-નયચક્ર' ગ્રંથની ટીકાના ચોથા અને છેલ્લા ભાગનું પ્રકાશન આપણા ઉપરાષ્ટ્રપતિ અને વિશ્વના એક સમર્થ ચિંતક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના હાથે, દાદરમાં કરાવાયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy