SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન થોડા માસમાં કે વર્ષમાં ચાલ્યા જશે. પછી ત્યાં નહિ રહે શ્વેતામ્બર કે દિગમ્બરના પક્ષી, નહિ રહે સ્થાનકવાસી કે દેરાવાસીના મતભેદો; ત્યાં રહેશે આત્મા, વિશ્વબંધુત્વ કે જગ-કલ્યાણની પરમ ભાવના. પછી દેરાવાસી સ્થાનકવાસીને મૂર્તિ માટે આગ્રહ નહિ કરે કે સ્થાનકવાસી મુહપત્તિની પણ વાત પકડશે નહિ. કપડાંથી મોક્ષ છે કે કપડાં વિના મોક્ષ છે આવી કોઈ વાતો ચર્ચાશે નહિ. ત્યાં આ રહેશે : અંદર દેખો, રાગદ્વેષ ઘટાડો, આત્મતત્ત્વ કે આત્મસમર્પણને પિછાણો. “હું શરીર છું કે આ મારું શરીર બીમાર છે' એવો સંકલ્પ પણ નહિ થાય. “હું તો અજર-અમર, પૂર્ણાનંદ આત્મા છું' એવો ઉદાત્ત ભાવ સાધના પછી અવશય જન્મશે. “દરેક પ્રાંતમાં કે રાજ્યમાં આવી ધ્યાનશાળાની આવશ્યકતા છે. જો જૈનાચાર્યોને પોતાના અનુયાયી વર્ગને મોક્ષમાર્ગ ભણી લઈ જવા હોય, તો બધી ફિજૂલ વાતો છોડી દઈ આવા કોઈ રચનાત્મક કાર્યમાં લાગી જવું જોઈએ. અન્યથા જૈનો વિપશ્યના-સાધનામાં જવાના જ છે; એને કોઈ રોકી શકે તેમ નથી. જૈન સમાજના ધુરંધર આચાર્યો મારી વિનમ્ર વિનંતી સ્વીકારે ને અમારા જેવા સાધકો માટે કાંઈક આદરણીય માર્ગ માટે પ્રેરણાની પરબ બને એવી ભવ્ય ભાવના સાથે વિરમું છું.” શ્રી વિનોદમુનિજીએ પોતાના ઉપર્યુક્ત લખાણમાં રજૂ કરેલી માગણી ભલે નવી ન હોય, પણ તેઓ જૈન સાધના-માર્ગમાંથી કાળક્રમે ભુલાઈ ગયેલી એક અતિ અગત્યની અને આત્મસાધના કે જીવનશુદ્ધિની દૃષ્ટિએ પાયાની કહી શકાય એવી બાબત તરફ આપણું ધ્યાન દોરે છે એમાં શક નથી. અને તેથી અમને એમની આ માગણી વિચારવા તેમ જ સ્વીકારવા જેવી લાગી છે. ભગવાન મહાવીરના જીવનને અને એમની સાધનાના મહત્ત્વને યથાર્થ રૂપમાં સમજવું હોય, તો તે આપણે ધ્યાનયોગના વિવિધ પ્રયોગો દ્વારા જ સમજી શકીએ. વળી, આપણા જીવનને ધર્મના સર્વકલ્યાણકારી રસાયણથી રસી દેવાનો ઉપાય પણ મોટે ભાગે ધ્યાનની સાધનાથી જ સુલભ બની શકવાનો છે. શ્રી વિનોદમુનિજીના શબ્દો એમની ધ્યાન માટેની ઝંખનાને વ્યક્ત કરે એવા, તેમ જ કોઈ પણ સહૃદય વ્યક્તિની લાગણીને સ્પર્શી જાય એવી કંઈક વેદનાથી ભરેલા છે. વિપશ્યના-સાધના-પદ્ધતિની હરીફાઈ કે અવહેલના કરવાની દૃષ્ટિએ નહીં, પણ જૈન-શાસનના ગૌરવની રક્ષાની દૃષ્ટિએ પણ જૈનશાસનમાન્ય ધ્યાનયોગને સજીવન કરીને એને સારા પ્રમાણમાં અપનાવવામાં આવે એ જ આ કથનનો સાર છે. (તા. ૬-૭-૧૯૭૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy