SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૯ ૨૮૧ સદ્ભાગ્યે, સાત-આઠ વર્ષ પહેલાં, તપગચ્છ સંઘમાં આ પ્રશ્રની બાબતમાં કંઈક શાણપણ અને દૂરંદેશી જાગૃત થયાં, તેમ જ કેટલાક સંઘહિતચિંતક મહાનુભાવોના, આ મતભેદનું નિવારણ કરવાના અવિરત પ્રયત્નો ઠીકઠીક પ્રમાણમાં સફળ થયા. પરિણામે, આ મતભેદને કારણે વ્યાપક બની ગયેલ ડંખ કેવળ સંવત્સરી-મહાપર્વની આરાધનામાં કયારેક આવી પડતા ભેદ પૂરતો મર્યાદિત બની ગયો. આ રીતે આ ચર્ચાએ જગવેલ ડંખનો મોટો ભાગ તો દૂર થયો, પણ એનો ભલે નાનો-સરખો અંશ પણ હજી સંવત્સરી અંગેના મતભેદ રૂપે ટકી રહ્યો છે એ પણ એક હકીકત છે. નાનો ડંખ પણ છેવટે ડંખ જ છે; એ પીડા જગાવ્યા વિના રહેતો નથી, એથી અત્યારે પણ તપગચ્છ “એક-તિથિવાળા' અને બે-તિથિવાળા' તરીકે ઓળખાતા બે ભાગમાં વહેંચાઈને બેચેન છે જ. તપગચ્છ-સંઘના મોવડીઓએ એ વાતનો ગંભીરપણે વિચાર કરવાનો છે કે સંઘ એક તિથિવાળો’ અને ‘બે તિથિવાળો.” એવા બે પેટા ગચ્છો રૂપે કાયમને માટે વિભાજિત રહે એવી સ્થિતિને નિભાવી રાખવી છે, કે તેનું નિવારણ કરીને આંતરિક કલહમાં પોતાનાં સમય, શક્તિ અને સંપત્તિને બરબાદ થતાં રોકીને તે વધારે શક્તિશાળી અને વગદાર બને એ દિશામાં પ્રયત્ન કરવો છે? જો આપણે આ દિશામાં પ્રયત્ન કરવો હોય તો શાસ્ત્રવાણી આપણને આ માટે ઠીકઠીક માર્ગદર્શક થઈ શકે એમ છે. આ વાણી આપણને સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે, કે આવા મતભેદોને સાચી ધર્મભાવના સાથે કશી લેવાદેવા નથી. આવી જ એક ઉપયોગી બાબત તરફ શ્રી સંઘનું ધ્યાન દોરવાનું અમે અહીં ઉચિત માન્યું છે. મુંબઈની જાણીતી સાહિત્યસંસ્થા “જૈન સાહિત્ય વિકાસમંડળ' તરફથી યોગસાર' નામે એક નાનું-સરખું પુસ્તક પ્રસિદ્ધ થયું છે. આત્મસાધનામાં માર્ગદર્શક બની શકે એવી અનેક બાબતો, ગાગરમાં સાગરની જેમ આ નાના-સરખા પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે. આ પુસ્તકના પાંચ પ્રસ્તાવ છે, જેમાં અનુષ્ટ્ર, છંદમાં કુલ ૨૦૬ શ્લોકો છે. દરેક શ્લોકનો સુગમ અર્થ પણ આપવામાં આવ્યો છે. ગ્રંથના કર્તાનું નામ જાણી શકાયું નથી – કદાચ ગ્રંથના કર્તાએ નામનાથી સર્વથા દૂર રહેવાનું જાણીસમજીને પસંદ કર્યું હશે. આ યોગસાર'ના બીજા પ્રસ્તાવ (‘તત્ત્વ સારોપદેશક')માં માનવી મતાગ્રહ કે કદાગ્રહમાં સત્યને ભૂલીને સાચી ધર્મભાવનાથી કેવો વિમુખ બની જાય છે એ વાત હૃદયસ્પર્શી વાણીમાં સમજાવીને માનવીની પાયાની કમજોરી તરફ આંગળી ચીંધવામાં આવી છે. તિથિચર્ચા જેવા મતભેદો, આત્મકલ્યાણની દૃષ્ટિએ, કેવા નિરર્થક છે તે સમજાવતો આ પ્રસ્તાવનો નીચેનો ચોવીસમો શ્લોક મનન કરવા યોગ્ય છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy