SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ જિનમાર્ગનું અનુશીલના કાળને કરવું હશે અને આ તિથિચર્ચા એક નવા ગચ્છને કાયમને માટે જન્મ આપનાર નીવડવાની હશે તો એને આપણે કેમ કરી અટકાવી શકવાના છીએ ? અને એ ઘટનાને આપણે ભાગ્યદેવતાના એક ફેંસલા રૂપે સ્વીકારવી જ પડશે. જે વાત આપણા હાથમાં ન હોય એ માટે વ્યર્થ ગાળાગાળી કે જીભાજોડીમાં પડવું કે કાવાદાવાનો માર્ગ લેવાનું કોઈ રીતે ઉચિત નથી. મલિન સાધનોથી કદી પણ શુદ્ધ સાધ્યની સાધના થઈ શકતી નથી. ડુંગળી વાવીને કસ્તૂરીની સૌરભ કદી ન પ્રસરાવી શકાય. છેવટે જૈન સમાજની પ્રત્યેક વ્યક્તિને અમે વિનવીએ છીએ, કે આ તિથિચર્ચાના કારણે આ કે તે – નવા કે જૂના – કોઈ પણ પક્ષના મોહમાં ફસાઈને એકના સમર્થન કે બીજાના ખંડન માટે તમારાં તન, મન કે ધનનો એક અણુ જેટલો અંશ પણ વાપરશો નહીં. બીજાઓને સાચે માર્ગે લાવવા એ ભલે આપણા હાથની વાત ન હોય, પણ આપણા હાથે અનિષ્ટ થતું અટકાવવું એ તો કેવળ આપણા હાથની જ વાત છે. આજના અતિ વિષમ સંયોગોમાં, પ્રાયઃ મધ્યમ-વર્ગથી જ બનેલ જૈન સમાજને બચાવી લેવાની જેઓના દિલમાં તમન્ના હોય, તેઓ તો, આપણને વધુ ને વધુ શક્તિહીન બનાવતી આવી ચર્ચાઓથી સર્વથા અળગા જ રહે. વળી, જૈન સમાજનો મોટો ભાગ જો આવી નકામી ચર્ચાઓથી અળગા રહેવાનો નિર્ણય કરે, તો વખત જતાં આવી ચર્ચાઓ આપમેળે જ નામશેષ બની જાય. આવી ચર્ચાઓને સમાજલ્યાણની પ્રવૃત્તિ આગળ અડગ ખડક રૂપ બનતી અટકાવવાનો સાચેસાચો ઉપાય આ જ છે. (તા. ૨૨-૧૨-૧૯૫૧) (૧૯) જાહેર વિવાદો અને જીવનશુદ્ધિ અંગે શાસ્ત્રનો મર્મસ્પર્શી અભિપ્રાય બાબત છે આ વર્ષે તપગચ્છમાં થનાર સંવત્સરીની એટલે કે પર્યુષણા મહાપર્વની બે આરાધના-તિથિની. ૩૫-૩૭ વર્ષ પહેલાં પર્વની આરાધન-તિથિને લગતા મતભેદના કારણે તિથિચર્ચાના વિવાદનો તપગચ્છમાં જન્મ થયો હતો. આ વિવાદે વિખવાદનું કેવું ઉગ્રરૂપ ધારણ કર્યું હતું એ સુવિદિત છે. ત્યારે તો એ બારે પર્વતિથિઓને સ્પર્શતો હતો, અને તેથી આરાધના-તિથિઓમાં અવારનવાર આવતા ફેરફારને કારણે આ વિખવાદનો અગ્નિ શ્રીસંઘની શાંતિ, એકતા અને બંધુતાને ભરખી જતો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy