SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૫ ૧૮૫ જઈ શકે, એટલી જ સરળતા અને સહજતાથી માનવમાત્ર ભગવાન મહાવીરના ધર્મમાર્ગમાં પ્રવેશ પામી શકતો. અને આ પાછળનું ધ્યેય સૂક્ષ્મતમ કોટીની અહિંસાનું પાલન કરવું એ જ હતું. જે કોઈ સાધક પોતાની સાધનાના લક્ષ્યબિંદુ તરીકે અહિંસાને સ્વીકારે, તે જીવમાત્ર સાથે સમભાવ સાધવાની પાયાની વાતનો ઈન્કાર કેવી રીતે કરી શકે? એટલે જ તો ભગવાન મહાવીરે સ્ત્રીઓનો પણ મોક્ષનો અધિકાર માન્ય રાખ્યો; અને તેથી એના શાસ્ત્રપઠનનો તેમ જ ધર્મોપદેશનો અધિકાર તો સ્વયમેવ માન્ય થયો લેખાય. આ છે ભગવાન મહાવીરે માનવસમાજના ઉત્થાન માટે આરંભેલી ક્રાંતિ; અને એ ક્રાંતિ એ જ જૈન સંસ્કૃતિ કે જેને ધર્મની મૂળભૂત ભૂમિકા છે. એટલે અમે સાધ્વી-સમુદાયને શાસ્ત્રાભ્યાસની અને ખાસ કરીને સાધુમુનિરાજોની જેમ ધર્મોપદેશ કરવાની છૂટ આપવાની વાતનું વારંવાર ઉચ્ચારણ કરીએ છીએ એની ભૂમિકા પણ આ જ છે. સાદી સમજમાં સહેજે ઊતરી શકે એવી આ છૂટનો પણ ઈન્કાર કરવો એ તો કેવળ અહિંસાની સાચી સમજણની તેમ જ એના પાલનની ખામીનું જ સૂચન કરે છે. વળી આપણી સામે બીજા જૈન ફિરકાઓમાં જે બની રહ્યું છે તે તરફ નજર ન નાખવી અને આપણા મમતને વળગી રહેવું એ પણ કેવળ “દીવો લઈને કૂવે પડવા' જેવું આત્મઘાતક પગલું જ છે. સ્થાનકવાસી તેમ જ તેરાપંથી સંપ્રદાયમાં, અને આપણા શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં પણ જે-જે ગચ્છ કે સમુદાયમાં સાધ્વીજીઓને પાટે બેસીને ધર્મોપદેશ આપવાની કે જાહેર સ્થળોમાં જાહેર વ્યાખ્યાનો આપવાની છૂટ આપવામાં આવી છે, એનું શું અનિષ્ટ પરિણામ આવ્યું છે ? એથી તો ઊલટું સાધ્વીઓને વિદ્યાઉપાર્જન કરવાની પ્રેરણા મળી છે. સ્વાધ્યાય રૂપ આત્યંતર તપની એમની આરાધના વિશેષ ઉત્કૃષ્ટ બની છે અને જનસમુદાયને ધર્મની વાણી સાંભળવાનો તેમ જ ધર્મનો માર્ગ સમજવાનો લાભ થયો છે. ઉપરાંત ગાંધીયુગમાં નારી-જાતિમાં રહેલી વિશિષ્ટ શક્તિનાં અનેક રૂપે આપણે દર્શન કર્યા છે, અને હવે તો દુનિયાની બહેનોએ જ્ઞાનવિજ્ઞાન તેમ જ સેવા અને સાહસનાં ક્ષેત્રે કેવી-કેવી સિદ્ધિઓ હાંસલ કરી છે એ પણ આપણી જાણ બહાર રહ્યું નથી. સ્ત્રી સ્વતંત્રતા કે છૂટનો દુરુપયોગ કરે અને પુરુષ ન કરે, અથવા, એનાથી ઊલટું, પુરુષ દુરુપયોગ કરે અને સ્ત્રી ન કરે, એવો કોઈ નિયમ નથી. આમાં મુખ્ય વાત વિવેકની આ બધાનો સાર એ છે કે સાધ્વી-સમુદાયને શાસ્ત્રાધ્યનની અને ધર્મોપદેશની છૂટ આપવામાં કોઈ પણ જાતનું જોખમ નથી. અહિંસાની દૃષ્ટિ પણ એ જ માગે છે. (તા. ૧૩-૧-૧૯૬૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy