SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ જિનમાર્ગનું અનુશીલના વ્યક્તિ સુધર્યે સમાજ સુધરે એ શ્રદ્ધા આ યોજનાનો પ્રાણ છે. માનવીમાં વસતા સદ્ગણનો ગમે ત્યારે પણ વિકાસ થવાનો – એવી ભાવના આ યોજનાનો પાયો છે. કોઈ પણ જાતનું દબાણ છોડી સમજૂતીપૂર્વક કામ લેવું, અને, ભલે કીડી-વેગે પણ, માનવતા જાગૃત થાય એ રીતે અખૂટ ધીરજ રાખીને પ્રયત્ન કર્યા કરવો એ આ યોજનાનો મુખ્ય સૂર છે. સહુ કોઈ ચિંતનપૂર્વક આ વાંચે એમ અમે ઇચ્છીએ છીએ. વ્યવહારશુદ્ધિ માટેની આ કંઈ નવી યોજના નથી. પણ તે આજના યુગની આવશ્યકતાના સ્વરૂપને લક્ષમાં રાખીને ઘડવામાં આવી છે એ જ એની વિશેષતા છે. ધર્મશાસ્ત્રોએ તો જીવનશુદ્ધિ માટે વ્યવહારશુદ્ધિનો ઠેરઠેર બોધ આપ્યો છે, અને એનું ખૂબ ઝીણવટભર્યું વિવરણ પણ કર્યું છે. માણસની માણસાઈનો પહેલો પાયો તો તેની પ્રામાણિકતા છે. વ્યવહારમાં જો પ્રથમ પાયારૂપ પ્રામાણિકતા જ ન હોય તો બીજા સદ્ગણોની તો પછી આશા જ ક્યાંથી રાખવી? આથી જ જૈન શાસ્ત્રકારોએ ગૃહસ્થધર્મના વિકાસ માટે – માનવીની નાગરિકતાના વિકાસ માટે – માનસારીના જે પાંત્રીસ ગુણોનું વિધાન કર્યું છે, તેમાં પ્રથમ સ્થાન “ચાયતપૂનમ'(પ્રામાણિકતાથી રળેલ ધન)ને આપ્યું છે. જીવનશુદ્ધિની ઇમારતના પાયારૂપ પ્રામાણિકતાનું બરાબર સંસ્થાપન થયું, એટલે પછી બીજા સગુણોને જાણે પ્રવેશપત્ર મળી ગયો સમજવો ! આ જ રીતે વ્યવહારની અને ખાસ કરીને અર્થોપાર્જને માટે કરવામાં આવતા વેપારની શુદ્ધિને તો એટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે કે એ શુદ્ધિના અતિક્રમને વ્રતોના અતિચાર તરીકે વર્ણવવામાં આવેલ છે. ખોટાં તોલ-માપ રાખવાં, માલની ભેળસેળ કરવી વગેરે પ્રવૃત્તિઓની શાસ્ત્રકારોએ ખૂબખૂબ નિંદા કરી છે. માનવીના જીવનની સર્વાગીણ શુદ્ધિ માટે જૈન શાસ્ત્રકારોએ જે ખબરદારી રાખી. છે એવી બીજે ભાગ્યે જ જોવા મળે છે; એનો પૂરતો લાભ લઈને આપણે આપણાં જીવન એક સાચા જૈનને છાજે એ રીતે વિશુદ્ધ ન રાખી શકીએ એ બીજી વાત છે. આપણે જાણીએ છીએ કે ઘણા પ્રાચીન કાળથી જૈનસંઘની આગેવાની મોટે ભાગે તેના શ્રમણ સંઘ(સાધુમુનિઓ)ના હાથમાં રહી છે. કોઈ પણ ધર્મ-સંપ્રદાયના સાધુપુરુષો પ્રજાના વિશુદ્ધ જીવનરૂપી ધનના માર્ગદર્શકો તેમ જ પહેરેગીરો ગણાય. તેઓ પ્રજાજીવનને વિશુદ્ધિના માર્ગે બહુ જ સહજ રીતે અને સરળપણે દોરી શકે. જો ધારે તો પ્રજાના ઘડતરમાં જૈન સાધુઓ ભારે મહત્ત્વનો ફાળો આપી શકે. આ ફાળો કોઈ એક પંથ, જાતિ કે સંપ્રદાયના અનુયાયીઓ માટે જ સીમિત ન રહેતાં માનવમાત્ર સુધી વિસ્તરી શકે. વળી આવો ફાળો જૈનધર્મના કોઈ પણ ફિરકાને માનનાર સાધુ આપી શકે એવો એ દરેકનો એક વિશિષ્ટ આચાર છે: પાદવિહારનો આચાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy