SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૯, ૪૦ તત્પરતા, ઉદારતા અને દીર્ઘદૃષ્ટિ દાખવીને એક સુંદર ઉદાહરણ રજૂ કર્યું છે, તે માટે તેઓને ખૂબખૂબ ધન્યવાદ ઘટે છે. જે સંસ્થાઓ તેમ જ આગેવાનોએ આવા સુંદરસુભગ સંગમ માટે સફ્ળ પ્રયત્ન કર્યો છે, તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. (તા. ૫-૧૧-૧૯૬૬) (૪૦) શ્રમણોને યોગ્ય એક આવશ્યક મર્યાદા આપણે ત્યાં સાધ્વીજીઓની સંખ્યામાં જે પ્રમાણે વધારો થતો જાય છે, તે પ્રમાણે એમના વિકાસને માટે જરૂરી યોજના અને સગવડો કરવા તરફ ધ્યાન અપાતું નહીં હોવાને લીધે, ન તો સાધ્વીસમુદાયનો વિકાસ થઈ શકે છે કે ન તો એમનાં જ્ઞાનચારિત્રનો લાભ સંઘને મળી શકે છે. ૨૦૧ પણ વિશેષ ગ્લાનિ ઉપજાવે એવી વાત તો એ છે, કેટલાય સાધ્વી-સમુદાયોને માથે સાધુઓનાં વસ્ત્રો સાફ કરવાનું, એમનાં પાતરાં રંગવાનું અને એવુંએવું કામ ફરજરૂપ લેખવામાં આવ્યું છે; અરે, કેટલાય સાધ્વી-સમુદાયો પોતે પણ આને પોતાનું કર્તવ્ય લેખે છે ! પણ સાધુસમુદાયના સંયમપાલનની દૃષ્ટિએ અને સાધ્વીસમુદાયના વિકાસની દૃષ્ટિએ – એમ બંને દૃષ્ટિએ આ પ્રથા એ તરત બંધ થવી ઘટે છે. સ્વ. આ. મ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ પોતાની દીક્ષાનાં પંદર વર્ષ પૂરાં થયાં ત્યારે સોળમા વર્ષના પ્રવેશ પ્રસંગે પોતાની ડાયરીમાં લખ્યું છે – “કદાપિ કોઈ સાધ્વીને વસ્ત્ર-પ્રક્ષાલન કરવા આપ્યું નથી અને હવે તે આપવાનો ભાવ નથી.” યોગનિષ્ઠ આચાર્યશ્રીની આ નાની-સરખી નોંધ આ પ્રથાને બંધ કરવામાં માર્ગદર્શક બની રહે એવી છે. આ દૃષ્ટિએ જ શ્રીસંઘ-સંમેલને પોતાના ઠરાવમાં ચતુર્થ મહાવ્રત અંગે કહ્યું છે “એમની (સાધ્વીજીઓ) પાસે પોતાનું કોઈ પણ કામ કરાવવું નહીં.' મુક્તિમાર્ગના સાચા પ્રવાસી બની આપણે આવી કુપ્રથાથી કયારે મુક્ત થઈશું ? Jain Education International For Private & Personal Use Only (તા. ૧૧-૭-૧૯૬૪) www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy