SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જિનમાર્ગનું અનુશીલન તા. ૨૪-૭-૧૯૬૬ના રોજ આ બંને સાધ્વીજીઓએ, દેરાવાસી તથા સ્થાનકવાસી કેટલીક સંસ્થાઓના સંયુકત ઉપક્રમે, ભાયખાલામાં જૈન સંસ્કૃતિનો સંદેશ’ એ વિષય ઉપર જાહેર પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે મહાસતી પ્રમોદ સુધાશ્રીએ યોગ્ય જ કહ્યું હતું કે “જે શ્વેત વસ્ત્ર ધારણ કરે તે શ્વેતાંબર, જે વસ્ત્ર ધારણ ન કરે તે દિગંબર. પણ ગૃહસ્થો! તમે તો વીતરાગ શાસનમાં માનો છો; પછી શ્વેતાંબરદિગંબરના ઝઘડા શા માટે ? સ્થાનકવાસી-દેરાવાસી આ ઝઘડો શા માટે ? તમે “વાસી'ન થાઓ, તાજા રહો !.. જૈન સંસ્કૃતિનો સંદેશ વિશ્વવ્યાપક બનવા જ સર્જાયો છે. આપણે શ્વેતાંબર, દિગબંર, સ્થાનકવાસી, તેરાપથી – આમ વિભાગોમાં આ સંદેશને વહેંચી, સંઘભાવના અને સમાજભાવના ટૂંકાવી એકબીજા આત્મઘાતમાં અટવાઈ ગયાં અને ગૌરવભર્યા ભૂતકાળની પ્રતિષ્ઠા ખોઈ બેઠાં !" - સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીએ આ પ્રસંગે પોતાનો હર્ષ-વ્યક્ત કરતાં કહ્યું : મહાસતીજીની જ્ઞાનગંગાનો લાભ લીધો. હજુ સાંભળ્યા જ કરીએ એવું મન થાય છે.. સંગઠન માટે મારા નામનો ઉલ્લેખ થયો છે, પણ આ પ્રયત્ન પૂ. ગુરુદેવ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનો છે... આપણાં જુદાં-જુદાં પર્યુષણ જોઈ દુઃખ થાય છે. હમણાં જ પંજાબમાં પૂ. આચાર્ય સમુદ્રસૂરિજીનું અને પૂ. આચાર્ય આનંદઋષિજીનું મિલન થયું, જે સમયે પૂ. સમુદ્રસૂરીશ્વરજીએ પૂછ્યું: ‘તમે પર્યુષણ કયારે કરવાના છો ?' તે જ સમયે પૂ. આચાર્યઆનંદઋષિજી મહારાજે કહ્યું: ‘તમે કરો એ જ ટાઈમે અમે પર્યુષણ કરીશું.” ” આ સંયુકત પ્રવચન બાદ તા. ૭-૮-૧૯૬૬ના રોજ આ બંને વિદુષી સાધ્વીજીઓનું સંયુકત પ્રવચન, બંને ફિરકાઓની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમથી, સ્થાનકવાસી સંઘના કાંદાવાડીના સ્થાનકમાં યોજવામાં આવ્યું હતું; વ્યાખ્યાનનો વિષય હતો “ધર્મ અને સમાજ'. આ વિષય ઉપર બંને સાધ્વીજીઓએ પોતાની મધુર વાણી દ્વારા શ્રોતાઓને ચિંતનનું ભાતું આપ્યું હતું અને ઘણી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ એનો આદરપૂર્વક સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગ વિશેષ યાદગાર એ રીતે બની ગયો કે એ સભામાં આપણા સ્વ. વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીનાં કર્તવ્યપરાયણ ધર્મપત્ની શ્રીમતી લલિતાદેવી હાજર રહ્યાં હતાં. આ રીતે આ બંને સાધ્વીજી મહારાજોએ એકબીજાને મળવાની અને એકબીજાની વિદ્વત્તાનો પોતે લાભ લેવાની અને બંને ફિરકાના સંઘોને એનો લાભ આપવાની જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy