SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧ એટલી પહેલાં ભાગ્યે જ હતી. એટલે આ બંને વચ્ચે મેળ કેવી રીતે સાધવો એ જ અત્યારની મોટામાં મોટી સમસ્યા છે. આ સમસ્યા જેટલી ધર્મપુરૂષોને મૂંઝવી રહી છે, એના કરતાં જરા ય ઓછી એ સમાજહિતચિંતકો કે સમાજસેવકોને નથી મૂંઝવી રહી; અને સમર્થમાં સમર્થ રાજનીતિજ્ઞો કે રાજદ્વારી પુરુષોને માટે તો આ સમસ્યા શિરોવેદના જેવી અસહ્ય બની ગઈ છે. આવી બધી વિષમતાનો ઉકેલ શોધવો કે અંત લાવવો, એ જ તો ધર્મનું મુખ્ય કાર્ય છે; પણ એ આજે સાવ ભુલાઈ ગયું લાગે છે. આમ થવાનું એક કારણ આપણામાં ઘર કરી ગયેલી વધારે પડતી પરલોકપરાયણતા હોય એમ લાગે છે. આપણે એમ જ માની લીધું છે, કે ધર્મનું ફળ આપણને પરલોકમાં જ મળવાનું છે. આમ થવાનું બીજું અને મુખ્ય કારણ તે આપણા મોટા ભાગના ધર્મગુરુઓ ધર્મના હાર્દને નહીં પણ એના બાહ્ય કલેવરને ઘણું વધારે મહત્ત્વ આપવા પ્રેરાય છે એ છે. ધર્મગુરુઓ, ખરી રીતે તો, સમાજશુદ્ધિના સાચા પહેરેગીરો છે. એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જેનાથી સમાજજીવનમાં (તેમ જ વ્યક્તિના જીવનમાં પણ) અશુદ્ધિ પ્રવેશી જવાનો, અવ્યવસ્થા ઊભી થવાનો કે અજ્ઞાન, અંધશ્રદ્ધા, અહંકાર કે વહેમનું પોષણ કે સંવર્ધન થવાનો લેશમાત્ર પણ સંભવ લાગે તે પ્રવૃત્તિને અનિચ્છનીય પ્રવૃત્તિ લેખીને એને દૂર કરવાનું અને એની સામે સમાજને જાગૃત કરવાનું કામ ધર્મગુરુઓનું છે. એ જ રીતે સમાજના ઉત્થાન અને વિકાસને માટે, સમાજનું નૈતિક ધોરણ ઊંચું આવે એ માટે, સામાજિક જીવનમાં એકાંગી અર્થપરાયણતાને બદલે શુદ્ધ વ્યવહારનાં પ્રતિષ્ઠા અને બહુમાન થવા લાગે એ માટે, વિશ્વકલ્યાણગામી ધાર્મિકતાના પાયા મજબૂત બને એ માટે અને ભોગવિલાસની સર્વનાશકારી વૃત્તિના બદલે ત્યાગ-સમર્પણની સર્વોદયકારી ભાવના તરફ જનસમૂહની અભિરુચિ વધે એ માટે જે-જે પ્રવૃત્તિ કરવા જેવી લાગે એ તરફ સમાજનું ધ્યાન દોરવું અને એને એ માટે સતત પ્રેરણા આપતાં રહેવું એ કામ પણ ધર્મગુરુઓનું જ છે. પણ એમ લાગે છે, કે સીધી કે આડકતરી રીતે, જેમ-જેમ દુનિયા ઉપર યંત્રયુગનો પ્રભાવ વધતો ગયો અને સંપત્તિનું કેન્દ્રીકરણ જોર પકડતું ગયું, એમ-એમ ધર્મગુરુઓ ઉપર પણ એનો પ્રભાવ વધારે ને વધારે જામતો ગયો, અને જેને લઈને સાધુજીવનને સુન્દરમાં સુંદર (શ્રમUત્વમ માવતરું) લેખવામાં આવતું હતું એ ત્યાગ, તિતિક્ષા અને મસ્તફકીરી જેવા સદ્ગુણો જ ભયમાં મુકાઈ ગયા ! તટસ્થ દૃષ્ટિએ વિચાર કરતાં એમ નથી લાગતું કે અત્યારે આપણા ઘણાખરા ધર્મગુરુઓના મનમાં કંચન અને કીર્તિ તરફ ખૂબ-ખૂબ આકર્ષણ જન્મે છે આ કડવું સત્ય આપણને કે આપણા ધર્મગુરુઓને સાંભળવું ન ગમે એ સમજી શકાય છે, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy