SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૬ ૨૩૩ જો શ્રમણસમુદાયે વ્યક્તિગત લાભાલાભ, રાગદ્વેષ, મમત, મહાગ્રહકે હઠાગ્રહમાં પડીને શ્રીસંઘના સંગઠન અને એકતાને નુકસાન પહોંચાડવા જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા જેટલી ખબરદારી દાખવી હોત, અને શ્રમણસમુદાયમાં ઉત્તરોત્તર વધી રહેલ આચારશુદ્ધિ પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિને ડામી દેવા જેટલી અપ્રમત્તતા અને દૂરંદેશી દર્શાવી હોત, તો ન તો કોઈને શ્રમણોપાસક-શ્રીસંઘ-સંમેલન બોલાવવાની જરૂર પડતી કે ન તો શ્રીસંઘ-સમિતિ જેવી સંસ્થાની સ્થાપનાની જરૂર પડત. જેઓને નવું સત્ય સમજવું હોય, એમણે આ ઘટનાની પૂર્વભૂમિકાને મુક્ત મને સમજવાની જરૂર છે. બાકી જેઓ ધોળે દિવસે દીવો લઈને કૂવામાં પડવા જેવી વિલક્ષણ, વિકૃત અને અતિરૂઢિચુસ્ત મનોવૃત્તિમાં જ અટવાઈ પડ્યા હોય, એમને માટે તો કોણ શું કરી શકે ? - પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી આ યુગના એક સમર્થ, સમયજ્ઞ અને દીર્ઘદર્શ આચાર્ય થઈ ગયા. સંઘ અને સમાજના અભ્યદય માટે શું કરવાની જરૂર છે અને શું કરવાથી સંઘ અને સમાજ પાછો પડવાનો છે એનો ખ્યાલ તેઓ દાયકાઓ પૂર્વે પામી શકયા હતા – એવી દૂરદર્શી એમની બુદ્ધિ હતી. શ્રમણ સમુદાય વખતસર નહીં જાગે અને પોતાની શિથિલિતાને અટકાવી સંગઠિત નહીં બને, તો છેવટે શ્રાવકસમુદાયને એ કામ કરવું પડશે – એવી આગાહી તેઓએ બારેક વર્ષ પહેલાં મુંબઈમાં કરી હતી. મુનિ શ્રી જનકવિજયજી ગણીએ પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાના માસિક મુખપત્ર “વિજયાનંદના ગત ઑગસ્ટ માસના અંકમાં “યુગવારછ વર્ણવાળા તથા શ્રમણોપાસ% સંકેતન' નામે એક લેખ લખ્યો છે. તેમાં તેઓએ સ્વર્ગસ્થ આચાર્યશ્રીએ કરેલી આ આગાહીનો નિર્દેશ આમ કર્યો છે : જ્યારે યુવગીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી વિ. સં. ૨૦૦૮નું ચોમાસું મુંબઈમાં પાયધુનીના ઉપાશ્રયે રહ્યા હતા, ત્યારે તેઓશ્રીએ એક દિવસ પ્રસંગોપાત્ત પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે “જો શ્રમણ સંઘ પોતાનામાં વધી રહેલી શિથિલતાને દૂર કરવા માટે સંગઠિત નહીં થાય અને સમગ્ર પરિસ્થિતિનો વિચાર કરીને ગૃહસ્થોને યોગ્ય માર્ગદર્શન નહીં કરે, તો એક સમય એવો આવશે કે જ્યારે શ્રાવકસંઘ એકત્રિત થઈને નિયમો ઘડશે અને સંઘશુદ્ધિને માટે પ્રયત્ન કરશે.' મારી ધારણા પ્રમાણે, આચાર્ય મહારાજે આવા ઉદ્ગારો કાઢ્યા એનું કારણ એ હતું, કે વિ. સં. ૨૦૦૭ના પાલીતાણાના ચોમાસામાં આચાર્યશ્રીએ શ્રમણ-સંઘની એકતા માટે યથાશક્ય પ્રયત્નો કર્યા હતા, પરંતુ એમાં જરા યે સફળતા મળી ન હતી. આચાર્ય મહારાજશ્રીના મુખેથી આવી ભવિષ્યવાણી પ્રગટ થઈ, તે, ઘણે ભાગે, ઉપર સૂચવેલ પ્રયત્નોની અસફળતાનું જ પરિણામ હતું. કેટલાક વખત પહેલાં અમદાવાદમાં ભરાયેલ શ્રમણોપાસક-સંમેલન એ આચાર્ય મહારાજશ્રીની ભવિષ્યવાણીનું જ સક્રિય રૂપ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy