SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૪, ૫ ૨૨૯ આ બધામાં જૂના અને નવાઓના મતભેદોની રેખા બહુ જ આછી-પાતળી ભાસે છે. તેથી અમે સૌને નમ્રભાવે અને આગ્રહપૂર્વક વિનવીએ છીએ, કે જૂના કે નવા આપણે સૌ એક જ માર્ગના મુસાફર છીએ – ભલે પછી કોઈ આગળ હોય કે પાછળ – અને ભગવાન મહાવીરસ્વામીના અહિંસાધર્મને દીપાવવો એ આપણો ધર્મ છે. એ ધર્મનું પાલન કરવામાં પરસ્પરની કે બીજા કોઈની પણ નિંદાથી આપણે અળગા રહીએ અને દેશ અને દુનિયાના નવસર્જનમાં અને અહિંસાના ઉદ્ધારના પવિત્ર કાર્યમાં સાચા અહિંસાધર્મી તરીકે આપણો પૂરેપૂરો ફાળો આપીએ. (તા. ૨-૩-૧૯૪૯) (૫) ધર્મ, સંઘ અને સમાજ અંગે એક મુનિવરની વેદના ઊજળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં એ કહેવતની યાદ કરાવે એવી સ્થિતિ જૈન ધર્મ, સંઘ અને સમાજની અત્યારે પ્રવર્તે છે એવું નિદાન કોઈ તટસ્થ અભ્યાસ કરે તો એને ખોટું માનવાની કે એથી નવાઈ પામવાની જરૂર નથી. બહુ જ તાત્ત્વિક દૃષ્ટિએ વિચારીએ તો ધર્મ, સંઘ અને સમાજ એ ત્રણેમાં સારાખોટાપણું, સુખી-દુઃખીપણું, સબળા-નબળાપણું કે તવંગર-ગરીબપણું એક પ્રાચીન સમયથી ચાલ્યાં આવે છે. કોઈ સમયમાં ધર્મ, સંઘ અને સમાજ સર્વથા દોષમુક્ત અને સર્વગુણસંપન્ન હોય એવું તો શક્ય જ નથી. આમ છતાં માનવસમાજના ઇતિહાસમાં એવા કાળપ્રવાહો વહેતા જ રહ્યા છે, કે જ્યારે ગુણની માત્રા વધારે અને અવગુણની માત્રા ઓછી, અથવા અવગુણની માત્રા વધારે અને ગુણની માત્રા ઓછી હોય. તેથી જ લોકભાષામાં આ બંને યુગને અનુક્રમે સત્યયુગ તરીકે અને કળિયુગ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારનો સમય તો ઉત્તરોત્તર વધતા- વિસ્તરતા જતા અવગુણનો સમય છે. એટલે એને હળાહળ કળિયુગ જ કહેવો જોઈએ. સંઘશુદ્ધિના આગ્રહી અને સમાજની ઉન્નતિના ચાહક તથા પ્રેરક એક મુનિવરે અમારા ઉપરના એક પત્રમાં આ પરિસ્થિતિ અંગે જે ચિંતા અને વેદનાની લાગણી દર્શાવી છે, તે તરફ શ્રીસંઘનું ધ્યાન દોરવા માટે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. સ્વર્ગસ્થ શાંતસ્વભાવી આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના શિષ્ય મુનિવર્ય શ્રી જનકવિજયજી ગણી બદીઓ અને કુવ્યસનોમાં સપડાયેલ જનસમૂહને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy