SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ ઃ ૧ ન વ્યક્તિઓ ધર્મ અને સંઘને માટે ન તો શોભારૂપ કે ન તો મૂડીરૂપ પુરવાર થાય છે. ઊલટું, એવી વ્યક્તિઓનાં અઘટિત વિચાર, વાણી, વર્તનથી ધર્મ અને સંઘ વગોવાય છે. આવું બનવા ન પામે એ રીતે બે ઘટકો વચ્ચે સુમેળ સધાય અને દરેક પોતપોતાની જવાબદારીનું ઉલ્લાસપૂર્વક પાલન કરે એવી પાયાની વ્યવસ્થા થવી જોઈએ. આ પાયાની વિચારણાના પ્રકાશમાં આપણા ધર્મ અને સંઘની સ્થિતિનો વિચાર કરવા અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. ધર્મનું એક રૂપ છે ધર્મના બાહ્ય કલેવરનું અને બીજું રૂપ છે ધર્મના આંતરિક તેજ કે હીરને લગતું. પહેલા રૂપનો વિચાર કરીએ તો મોટાંમોટાં બાહ્ય વિધિવિધાનો કે ક્રિયાકાંડો નિમિત્તે, ભાવુકતાથી પ્રેરાઈને અત્યારે એટલું બધું ખર્ચ કરવામાં આવે છે અને એવા મોટા અને ભપકાભર્યા ઉત્સવ-મહોત્સવો ઊજવવામાં આવે છે, કે એ જોઈને તો આપણને એમ લાગે કે જૈન શાસનનો ચોમેર યજયકાર થઈ રહ્યો છે; કદાચ એમ પણ કહી શકાય કે આટલા વિશાળ ધર્મમહોત્સવો, આટલી મોટી સંખ્યામાં, દેશભરમાં જુદાંજુદાં સ્થાનોમાં પહેલાંના વખતમાં ભાગ્યે જ ઊજવવામાં આવ્યા હશે. વળી, અત્યારના સમયના ધર્મોત્સવોની એક વિશેષતા એ પણ ધ્યાનમાં લેવા જેવી છે, કે અત્યારે વીતરાગ તીર્થંકરદેવોની ભક્તિ નિમિત્તે યોજવામાં આવતાં વિવિધ પ્રકારનાં પૂજનો-મહાપૂજનોમાં સરાગ દેવ-દેવીઓ કે યક્ષ-યક્ષિણીઓનાં નામોચ્ચારણને તેમ જ પૂજન-અર્ચનને વધારે મહત્ત્વનું સ્થાન મળવા લાગ્યું છે. નામ કે નિમિત્ત ભલે ને વીતરાગદેવનું હોય, પણ જ્યાં હેતુ સરાગ દેવ-દેવીઓનું આહ્વાન કરીને એમને પ્રસન્ન કરવાનો હોય, ત્યાં અંતરમાં વીતરાગભાવ કે ધર્મની સાચી કે જીવનસ્પર્શી પરિણિત થઈ શકે ખરી ? ૨૧૯ અહીં જ, ધર્મના આંતરિક સ્વરૂપની સ્થિતિ અત્યારે કેવી છે એનો વિચાર ક૨વાનો, એટલે કે, ધર્મની અત્યારે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ સંઘના તેજ અને હીરને વધારવામાં કેટલી સફળ થાય છે એનો ક્યાસ કાઢવાનો સવાલ ઊભો થાય છે. ધર્મનો મૂળભૂત હેતુ માનવીની જીવનશુદ્ધિ કરવાનો જ છે; અને જે એક માનવીને માટે સાચું છે તે સંઘ કે સમાજને માટે પણ સાચું છે. સંઘે જીવનશુદ્ધિની આ ભાવનાને ઝીલવા તત્પર રહેવાનું હોય છે. માટે જ સંઘને ધર્મવ્યવસ્થામાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જીવનશુદ્ધિની આ કસોટીએ અત્યારની ધર્મપ્રવૃત્તિઓની સફળતા-અસફળતાનો અંદાજ મેળવવા જતાં કંઈક નિરાશા જ સાંપડે છે. આટઆટલા ધર્મોત્સવો અને આટઆટલી ધર્મપ્રવૃત્તિઓ સતત ચાલતાં હોવા છતાં, જીવનશુદ્ધિ કરવાની પાયાની જરૂર બાબતે સમસ્ત શ્રીસંઘને એ ભાગ્યે જ સહાયક બની શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy