SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ જિનમાર્ગનું અનુશીલન બદલે આવું તો ચાલ્યા કરે એ રીતે મન વાળીને નિષ્ક્રિય બેસી રહેવા ટેવાતો જાય છે. શાસનના ભાવિ માટે વિશેષ ચિંતા ઉપજાવે એવી આ બીના છે. દોષને સ્વીકારીએ કે ન સ્વીકારીએ, અથવા એને ઢાંકવાનો પ્રયત્ન કરીએ, તો પણ, જ્યાં સુધી એને આપણે નાબૂદ ન કરીએ, ત્યાં સુધી એના દુષ્પરિણામથી તો આપણે બચી શકતા નથી જ – ભલે પછી એ પરિણામ તત્કાળ આવે કે કાળાંતરે. પાલેજનો કિસ્સો એ સંઘમાં વધુ ને વધુ વ્યાપી રહેલ આચાર-હીનતાના રોગનું નિદાન કરવામાં ઉપયોગી થાય એવો એક વધારાનો પ્રસંગ છે; બાકી, નિદાન તો ક્યારનું થઈ ગયું છે. હવે તો એ નિદાનને અનુરૂપ કારગત જલદ ઉપચારની જ જરૂર છે. (તા. ૨૦-૧-૧૯૬૮) (૩૨) ધ્વનિવર્ધક યંત્રના ઉપયોગનો સવાલ વિજ્ઞાન નવાં-નવાં સાધનો બનાવતું રહે છે. એમાં કેટલાંક સુખ-ભોગ-વિલાસને પોષનારાં હોય છે, તો કેટલાંક જનસમૂહને માટે ઉપયોગી પણ હોય છે. રેલગાડી, મોટર, વિમાન, તાર, ટેલિફોન વગેરે સાધન શરૂ-શરૂમાં કદાચ વૈભવનાં સાધનો ગણાયાં હોય, પણ સમય જતાં એ ઉપયોગી તેમ જ જીવનની જરૂરિયાતરૂપ બની ગયાં છે. ધ્વનિવર્ધક યંત્ર (લાઉડસ્પીકર) પણ હવે આવું જ ઉપયોગી અને અનિવાર્ય સાધન બની ગયું છે. ત્યારે સવાલ એ રહે છે, કે જ્યાં હજારોની વિશાળ મેદની ભેગી થઈ હોય, ત્યાં સાધુ-સાધ્વીજીઓએ ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવો કે નહીં? મોટા સમારોહમાં સાધુ-સાધ્વીજીઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરે તો એમની વાણીનો લાભ કેટલી બધી વ્યક્તિઓ કેવી સારી રીતે લઈ શકે ! મુંબઈના બાર સગૃહસ્થોએ પોતાની સહીથી મુંબઈના ઉપાશ્રયોના વહીવટદારોને જ્યાં-જ્યાં જરૂર હોય અને ખાસ કરીને જે વખતે જરૂર પડે, તે જ વખતે તેનો (ધ્વનિવર્ધક યંત્રનો) ઉપયોગ કરવાની તેમ જ શ્રમણસંઘને એમાં ‘વિરોધ યા વિક્ષેપ ન કરવાની જે વિનંતી વ્યવસ્થિત રીતે તેમ જ વિનમ્ર, સમજૂતીભરી ભાષામાં કરી છે, તે ચતુર્વિધ સંઘ સમક્ષ રજૂ થયેલો સાવ અભિનવ વિચાર છે. અત્યારે ભલે એ વિચાર મુંબઈમાં ચાતુર્માસ રહેલ આચાર્યાદિ સાધુસમુદાય તેમ જ શ્રાવકસંઘને અનુલક્ષીને રજૂ થયો હોય, પણ છેવટે તો એ આખા દેશના સમગ્ર ચતુર્વિધ સંઘને સ્પર્શતો વિચાર છે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy