SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧૬ પરૂપ “ત્યાં (શ્રી શત્રુંજયતીર્થમાં) નવાં-નવાં મંદિરો ઊભાં થાય છે. વાહવાહ અને કીર્તિની ભૂખમાં આ ગુરુદેવો આ પ્રવૃત્તિ અટકાવતા નથી અને ઉપરથી અનુમોદન આપે છે. શું શાસનમાં તે સિવાય બીજું કોઈ કામ કરવાનું કે ઉપદેશ કરવાનું છે. જ નહીં?” (પૃ. ૩૭) માલ વગરનાં પુસ્તકો છપાવી નાહક ફોટાનો ખર્ચ કરાવી નાણું શા માટે વેડફી નાખવામાં આવે છે? આવાં માલ વગરનાં પુસ્તકો કે ચોપડીઓ ન છપાવવાની બાબત મુનિવર્ગ જરા લક્ષમાં લેશે ખરો? આવો ધુમાડો શા માટે કરવો ?'' (પૃ. ૪૫) “મૂર્તિઓને પૂજનારા સિવાય, આ પૂજનારા ઊભા કર્યા કે વધાર્યા સિવાય, માત્ર કીર્તિની હરીફાઈમાં, મૂર્તિઓ નવી-નવી શું કામ ખડકો છો?.. આ ભગવાનોને તો પૂજારી કે ગોઠીની મહેરબાની ઉપર રહેવું પડશે.” (પૃ. પર). એક આચાર્યદેવ વિહાર કરી આવેલા, એટલે તેમને વંદન કરવા હું ગયો. તેમનો પરિચિત હતો. ત્યાં થોડા શ્રાવકભાઈ તેમને ઘેરો ઘાલી બેઠા હતા; મને જોઈને તે દેવ બોલ્યા: “આ માથું ફોડવા આવ્યા.” એટલે મારે કહેવું પડ્યું કે “માથું ફોડવા નથી આવ્યો, પણ માથું નમાવવા આવ્યો છું. આનો અર્થ એ થયો કે જ્ઞાનની શોધ, ઉપાસના કે ભૂખવાળા જીવો તેમની સાથે જ્ઞાનચર્ચા કરે-પૂછે તે તેમને માથાફોડ લાગે છે.” (પૃ. ૯૭) એક નિરાશાત્મક બીના એ ઊભી થઈ છે કે કર્મના નામે કે ભાવિભાવને નામે, આપણા જીવનમાંથી પ્રભુ વીરે પ્રવર્તાવેલો અને કહેલો) પુરુષાર્થ સમાપ્ત થતો જણાય છે.” (પૃ. ૧૦૭). પોતાના ચિત્તને પજવતી અને સમાજના ભલા માટે ઉપયોગી લાગતી આવીઆવી તો કેટલીય બાબતો અંગેના પોતાના વિચારો મુક્તપણે આ પુસ્તકના લેખકમિત્રે પોતાના પુસ્તકમાં રજૂ કર્યા છે. ઉપર જે થોડાંક વાક્યો ટાંકયાં છે તેને માત્ર એમની ઉદ્દામ વિચારસરણીના નમૂનારૂપ જ સમજવાં જોઈએ. એમનાં આ ઉચ્ચારણોમાં ક્યાંકક્યાંક કડવાપણું કે આકરાપણું પણ જોવા મળે છે. પણ જો સહૃદયતાથી એનો ભાવ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે, તો એ કડવાશની પાછળ રહેલી એમની સમાજકલ્યાણ માટેની ઝંખના અને વેદના ખ્યાલમાં આવ્યા વગર નહીં રહે. હા, એટલું ખરું કે જો તેઓ આ કડવાશને પોતાના લખાણમાંથી ટાળી શક્યા હોત તો એમના કથનમાં કોઈ પણ પ્રકારની ખામી આવવાને બદલે ઊલટું એ વધારે પ્રતીતિકર બની શકહ્યું હોત; પણ આ મુદ્દા ઉપર વધારે ભાર ન આપીએ. આવી-આવી અનેક બાબતો ઉપરાંત આ પુસ્તકમાં બીજી પણ બાબતોનો સમાવેશ કર્યો છે : (૧) કેટલીક કાવ્યપંક્તિઓના અર્થની ચર્ચા કરવામાં આવી છે. (૨) લેખકે પોતાની થોડીક કાવ્યકૃતિઓ આપી છે. (૩) ભગવાન્ મહાવીરના જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy