SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો સમીક્ષા ૧૪ પ૨૭ (૧૪) “શાસનસમ્રાટુ' ગ્રંથને આવકાર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘના વિક્રમની વીસમી સદીના એક સમર્થ પ્રભાવક મહાપુરુષ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજીના સ્વર્ગવાસ પછી છેક પચીસ વર્ષે મોડેમોડે પણ, એમનું જીવનચરિત્ર “શાસનસમ્રા' નામથી થોડા વખત પહેલાં પ્રગટ થયું એ માટે અમે ખુશાલી વ્યક્ત કરીએ છીએ. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરિજીનું વ્યક્તિત્વ જેમ પ્રભાવશાળી હતું, તેમ એક ધર્મનાયક તરીકે અનોખું અને વિશિષ્ટ પણ હતું. નિષ્ઠાભર્યા બ્રહ્મચર્ય-પાલનનું દિવ્ય ઓજસ્ એમના મુખ ઉપર સતત વિલક્ષ્યા કરતું હતું, આથી પણ તેઓનું જીવન વિશેષ પ્રતાપી બની શકહ્યું હતું. એમણે હજારો જિનપ્રતિમાઓ ભરાવી હતી, અનેક નવાં જિનમંદિરો માટે પ્રેરણા આપી હતી. સંખ્યાબંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, કંઈક તીર્થોનો ઉદ્ધાર કર્યો-કરાવ્યો હતો અને નાના-મોટા અનેક યાત્રાસંઘો પણ કઢાવ્યા હતા. વળી, તેઓએ સ્વયં અનેક ગ્રંથોની રચના કરીને, પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરીને, શાસ્ત્રીય તેમ જ અન્ય વિદ્યાઓમાં વિશારદ કહી શકાય એવા અનેક વિદ્વાન્ શિષ્ય-પ્રશિષ્યોની પણ શ્રીસંઘને અમૂલ્ય ભેટ આપી હતી. સંયમની નિર્મળ આરાધના માટેની તેઓની ચીવટ, જાગૃતિ અને શિસ્ત તો આજે પણ દાખલારૂપ બની રહે એમ છે. આમ તેઓએ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયીની અખંડ સાધના કરીને પોતાના સમુદાયના સર્વ મુનિવરો પણ તેની સાધના કરતા રહે એવો આગ્રહ રાખીને જૈનશાસનનું ગૌરવ વધાર્યું હતું. આટલું જ શા માટે ? એમનું જીવન તો એક સમર્થ સંઘનાયકનું જીવન હતું. એટલે પ્રભુના શાસનને નાની-મોટી કોઈ બાબતથી લેશ પણ નુકસાન ન પહોંચે અને શાસનનો મહિમા વિસ્તરતો રહે, એ માટે તેઓ સતત જાગૃત અને પ્રયત્નશીલ રહેતા. એમના આકર્ષક વ્યક્તિત્વ અને હૃદયસ્પર્શી ધમપદેશથી પ્રભાવિત થઈને જે રાજા-મહારાજાઓ કે મંત્રીઓ એમના અનુરાગી બન્યા હતા, તેનો લાભ પણ જૈનસંઘ અને ધર્મને મળે એવી જ તેઓની ભાવના રહેતી. શાસનની સેવા-ઉન્નતિમાં જ જાણે તેઓએ પોતાના વ્યક્તિત્વને વિલીન કરી દીધું હતું. અમદાવાદમાં ચાર દાયકા પહેલાં મળેલ મુનિસંમેલન સફળ થયું. તેનો ઘણો મોટો યશ તેમનાં શાણપણ, ગંભીરતા, દીર્ધદષ્ટિ, ઠરેલ સ્વભાવ અને કુનેહથી કામ કરવાની અને કામ લેવાની આવડતને જ ઘટે છે એ વાતની નોંધ કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy