SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ જિનમાર્ગનું અનુશીલન આગમ-સંશોધનની દિશામાં બે રીતે કામ કર્યું ઃ એક તો, એમના વખત સુધી અપ્રગટ આગમસૂત્રો અને આગેમિક ગ્રંથોમાંના કેટલાકનું નમૂનેદાર અને ઉચ્ચકોટિનું સંશોધનસંપાદન, ક્યારેક પોતે એકલા અને ક્યારેક પોતાના ગુરુવર્ય કે પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા યા પંડિતશ્રી અમૃતલાલભાઈ ભોજકના સહયોગમાં કરીને એનું પ્રકાશન જુદીજુદી સંસ્થાઓ મારફત કરાવ્યું. બીજું મહત્ત્વનું કામ તેઓએ ત્યાં સુધીમાં પ્રકાશિત આગમ-સાહિત્યનું જાતે ઝીણવટભર્યું અધ્યયન અને અવલોકન કરીને એ દ્વારા, તેમ જ જે હસ્તપ્રતો સહજ રીતે પ્રાપ્ત થઈ તથા જે હસ્તપ્રતો ભારે જહેમત લઈને મેળવી શકાઈ એના આધારે, એ ગ્રંથોમાં જે કંઈ સુધારો-ઉમેરો કરવો જરૂરી લાગ્યો એની અસંખ્ય નોંધો તૈયાર કરવાનું અને અપ્રસિદ્ધ આગમ-ગ્રંથોમાંના અનેક ગ્રંથો છપાવી શકાય એવી સંખ્યાબંધ પ્રેસકોપીઓ પ્રાચીન હસ્તપ્રતોને આધારે તૈયાર કરવાનું કર્યું. આ ક્ષેત્રમાં તેઓ જિંદગીના છેડા સુધી (પંચોતેર-છોંતેર વર્ષની ઉંમર સુધી પૂરી એકાગ્રતા અને સમર્પણભાવથી કામ કરતા રહ્યા. છતાં ઘણા ગ્રંથોના અંતિમ સંશોધનપ્રકાશનનું કાર્ય બાકી જ રહી ગયું. આમ છતાં એ સામગ્રી આગમ-સંશોધનના ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છતા નિષ્ઠાવાનું મુનિવરો તથા ગૃહસ્થ પંડિતોને માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. વળી, મૂળ આગમસૂત્રોને વિશુદ્ધ રૂપમાં પ્રકાશિત કરવાની મોટી યોજના શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરી હતી તે કેવળ તેઓની પ્રેરણાથી તથા તેમણે પોતે સંશોધનની મોટા ભાગની જવાબદારી ઉલ્લાસપૂર્વક જાતે જ સંભાળવાની તત્પરતા દાખવી હતી તેથી જ. સાતેક વર્ષ પહેલાં, તેઓનો અણધાર્યો સ્વર્ગવાસ થતાં, આ યોજનાને ચાલુ કેવી રીતે રાખવી એની મોટી મૂંઝવણ વિદ્યાલયના કાર્યવાહકો સમક્ષ ઊભી થઈ હતી. આવા કટોકટીના કે અણીના વખતે મુનિવર્યશ્રી જંબૂવિજયજી વિદ્યાલયની સહાય આવ્યા, અને આ યોજનાને ચાલુ રાખવાની જવાબદારીનો તેઓએ અંતરના ઉલ્લાસૂપર્વક સ્વીકાર કર્યો એ ઘટનાને પરમાત્માની મોટી મહેર જ લેખવી જોઈએ. મહારાજશ્રીએ આ કાર્યને હાથ ધર્યાને ય પાંચેક વર્ષ થઈ ગયાં. આમાં વિશેષ નોંધપાત્ર અને આવકારપાત્ર વાત તો એ થઈ છે, કે દર્શનશાસ્ત્રોના એક સિદ્ધહસ્ત, મર્મગ્રાહી સર્વસ્પર્શી મહાન વિદ્વાન તરીકે તેઓશ્રીએ ‘દ્વાદશારનયચક્ર' જેવા એક પ્રાચીન, અતિ જટિલ અને અધ્યયન-અવલોકનની સૂક્ષ્મતા માંગી લેતા જૈન આકરગ્રંથનું, વર્ષોની મહેનતથી જ થઈ શકે એવું સંપાદન-સંશોધન સફળતાપૂર્વક કરીને જે ઊંડી અને એકાગ્રતાભરી અધ્યયનશીલતા કેળવી હતી એનો લાભ હવે આગમસંશોધન જેવા જેનધર્મના પ્રાણરૂપ અને વિશેષ અધ્યાત્મલક્ષી કાર્યને મળવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy