SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ ઃ ૧૭, ૧૮ ઝઘડાથી શું સાચું એ તમે નથી સમજતા, ખરું ને ? હવે સાચું સમજવાનું મન થયું છે? સત્યના સંશોધક થવું છે ? મહામિથ્યાત્વના માર્ગેથી સન્માર્ગે આવવું છે ? વિરાધકમાંથી આરાધક બનવું છે ? કુગુરુઓની મિથ્યાત્વભરેલી વાજાળથી છૂટવું છે ? ઉપર્યુક્ત વાતોના શાસ્ત્રસિદ્ધ, સુવિહિત પરંપરાથી આચરાયેલાં સમાધાનો મેળવવાં છે? તો ભૂલેશ્વર મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રયના હૉલમાં તા. ૨૩-૭-૧૯૭૨ રવિવાર સવારે હાજરી આપવી પડશે.” ૨૭૭ આ વાંચીને તો ઊલટી રમૂજ ઊપજે છે, કે જાણે બે દુકાનદારોમાંનો એક દુકાનદાર ગ્રાહકને પોતાની દુકાન તરફ ખેંચવા માટે સારાસારને ભૂલીને ગમે તેવો પ્રચાર કરવામાં ન લાગ્યો હોય ! નથી લાગતું કે આવા મહાનુભાવો, ‘જીવ જતો હોય તો ભલે જાય, પણ રંગ તો રહેવો જ જોઈએ' એવી હઠ લઈને ધર્મને ધોઈ નાખીને ધર્મનું રક્ષણ કરવા બહાર પડ્યા છે ! અહીં એ જાણવું પણ રસપ્રદ થઈ પડશે, કે જાણે બે સંવત્સરીના પ્રસંગ નિમિત્તે, તિથિચર્ચાનો ઇડરિયો ગઢ જીતવાનો અવસર ન આવ્યો હોય, એમ આ પત્રિકા મુંબઈ સિવાય બીજાં સ્થાનોમાં પણ મોકલવામાં આવી છે ! એટલે જૂના પક્ષવાળાએ પડકાર ઝીલવાના મોહમાં ન પડતાં આગામી પર્યુષણ અને સંવત્સરીની આરાધના શાંતિથી થાય એવું જ વલણ અપનાવી પોતાના પક્ષને એ માર્ગે જ દોરવો. ધર્મામૃતને મેળવવાનો આ જ સાચો ઉપાય છે. (તા. ૫-૮-૧૯૭૨) (૧૮) તિથિચર્ચા ખડક પુરવાર થશે? તિથિચર્ચાનો અત્યારનો પ્રશ્ન કેવળ તપગચ્છને જ સ્પર્શતો હોવા છતાં, બંને પક્ષ તરફથી એને જે પ્રમાણાતીત મહત્ત્વ આપવામાં આવ્યું છે તેની સામે સમસ્ત જૈન સમાજે જાગૃત થવાની ખૂબ જરૂર છે. કોઈ પણ એક વર્તુળને વરેલા માનવીઓ વચ્ચે એ વર્તુળમાં ભાગલા પડી જાય એ રીતનો મતભેદ ઊભો ન થાય એ સર્વથી શ્રેષ્ઠ વાત. મતભેદ ઊભો જ થયો, તો એ મતભેદને અનુરૂપ પગલું ભરતાં પહેલાં એ અંગે આપસની વાટાઘાટો દ્વારા એનો નિકાલ લાવવાનો પ્રયત્ન કરવો એ બીજી સારી વાત. પહેલેથી જ મતભેદને અનુરૂપ આચરણ કરવું અને સાથોસાથ મતભેદનો નિકાલ લાવવાની કોશિશ કરવી એ તો લોટ ખાતાંખાતાં ભસવા જેવી અર્થહીન વાત ગણાય. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy