SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ જિનમાર્ગનું અનુશીલન જાહેર વ્યાખ્યાનના આ સમાચારમાં જરીપુરાણી અને પ્રશ્નના નિકાલમાં નાકામયાબ સાબિત થયેલી, કોઈની પણ સાથે શાસ્ત્રાર્થ કરવાનો પડકાર આપવાની વાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ બીના પરથી, આ પ્રશ્નની બાબતમાં કેવો દઢ મમત કામ કરી રહેલ છે એ જોઈ શકાય છે. જો મનમાં સહૃદયતા, સરળતા, નમ્રતા અને સત્યની શોધ અને એનો સ્વીકાર કરવાની વૃત્તિ પ્રવર્તતી હોય તો શાસ્ત્ર જીવનશોધનનો કલ્યાણકર માર્ગ શોધવામાં માર્ગદર્શક બને, પણ જ્યારે પોતે માનેલું શાસ્ત્રજ્ઞાન જાણકારીના ગુમાનનું પોષક બને છે, ત્યારે એ માનવીને જય-પરાજયની માયાવી અને ધર્મવિરોધી વૃત્તિમાં ફસાવીને ક્લેશ-દ્વેષ-કંકાસનું સાધન બનીને કેવળ આત્મઘાતક શસ્ત્ર જ બની રહે છે. જો જય-પરાજયના ધ્યેયવાળાં શાસ્ત્રોથી મતભેદોનો. નિકાલ આવી જતો હોત, તો એક જ ઇષ્ટદેવ અને એક જ પ્રકારના તત્ત્વજ્ઞાનને માનનાર ધર્મ અનેક ફાંટાઓ અને સંખ્યાબંધ નાના-મોટા ગણો-ગચ્છો-સમુદાયોમાં વહેંચાઈને વેરવિખેર ન બનત. ત્રણ-ચાર દાયકા પહેલાં ‘વીરશાસન' સાપ્તાહિકમાં ઊંટડીનું દૂધ ભક્ષ્ય ગણાય કે નહીં, એની શાસ્ત્રાધારે મહિનાઓ સુધી ચર્ચા ચાલી હતી; છતાં એનું પરિણામ પાણી વલોવવા કરતાં વિશેષ શું આવ્યું હતું? આ આચાર્યશ્રી તિથિચર્ચા માટે શાસ્ત્રાર્થનો પડકાર ફેંકે છે, ત્યારે, બહુ બહુ તો, જેઓ એમના પક્ષને અને આદેશને માને છે, તેઓ આથી સંતોષ પામશે કે “અમારા સંઘનાયકે શાસ્ત્રાર્થનો પડકાર કરીને બીજાઓને કેવા ચૂપ કરી દીધા?" બાકી સરવાળે તો ઝઘડાનો ઉપશમ પામેલો દાવાનળ ફરી જાગી ઊઠવાનો. (૩) આ વર્ષે બે સંવત્સરી આવવાને કારણે, તિથિચર્ચાને સજીવન કરવાના જે ક્લેશવર્ધક પ્રયત્નો થયા છે, એના ઉપર કળશ તો ચડાવ્યો છે આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીના ઉપર સૂચવેલ જાહેર પ્રવચનની જાહેરાત કરવા માટે પ્રગટ કરવામાં આવેલી એક પત્રિકાએ. આ પત્રિકામાં એના લખનારને ઓળખી શકાય એવું સાચું નામ ન આપતાં, “દ. : ગુણાનુરાગી' એવું છૂપું નામ આપવામાં આવ્યું છે. વળી, આ પત્રિકા ક્યારે, કયા ગામમાં અને કયા પ્રેસમાં છાપવામાં આવી એનો પણ કશો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ભાષા-સમિતિ અને વચન-ગતિને તો જાણે આ પત્રિકાના ઘડવૈયાએ દેશવટો જ દીધો છે ! માત્ર એના થોડાક નમૂના જોઈએ. “મહામિથ્યાત્વનું ઉન્મેલન યાને સનાતન સત્યનું સમર્થન એ મથાળાથી પ્રગટ થયેલ એ પત્રિકા કહે છે : ગયા જ રવિવારે વ્યાખ્યાનમાં તિથિવિષયક આક્ષેપાત્મક પ્રશ્ન આવતાં તેઓશ્રીએ (આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજીએ) ફરમાવેલ છે, કે “હું અમદાવાદમાં પણ કહી આવ્યો છું અને અહીં પણ કહું છું કે હું અહીં બેઠો છું. કોઈને પણ ચર્ચા કરવી હોય તો હું તૈયાર છું; છે કોઈ પડકાર ઝીલનાર ? આજે આ તિથિચર્ચાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy