SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૮ જેમ મનુષ્યજન્મ દુર્લભ છે, તેમ સાધુપણું પણ દુર્લભ છે. તેમાં ય વિદ્વત્તા અને સુયોગ્યતા મળવી સહેલી નથી. કેટલાય મહાપુરુષો વિદ્વત્તા અને વિશદતા મેળવીને આચાર્ય વગેરે પદને યોગ્ય હોવા છતાં એનાથી દૂર રહે છે અને ચતુર્વિધ સંઘના અનેક વાર આગ્રહ છતાં પદવીનો સ્વીકાર નથી કરતા, જેવા કે આગમપ્રભાકર મુનિપુંગવ શ્રી પુણ્યવિજયજી મહારાજ, વ્યાખ્યાન-વાચસ્પતિ મુનિભૂષણ શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ તથા ગણિવર શ્રી જનકવિજયજી મહારાજ.” આ પછી શ્રી પુણ્યવિજયજીની અનાસક્તિનો વિશેષ નિર્દેશ કરતાં કહે વિ. સં. ૨૦૧૧માં પાટણ શહેરમાં પંચાસર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા વખતે શ્રીસંઘના આગેવાન શ્રી ભોગીલાલભાઈ વગેરેએ મુનિ શ્રી પુણ્યવિજયજીને આચાર્યપદનો સ્વીકાર કરવાની પ્રાર્થના કરી હતી, મેં પણ અનુરોધ કર્યો હતો; પણ તેઓએ એ જ જવાબ આપ્યો, કે “અત્યારે હું બધાં કામ કરી શકું છું, એકલો જઈ શકું છું. પદવી ધારણ કરી લીધા પછી મારી સાહિત્યસેવા મંદ થઈ જશે. એટલા માટે હું તો જ્ઞાનમય જીવન વ્યતીત કરીને જ આનંદમાં રહેવા ઇચ્છું છું.” હમણાં ૨૦૧૭ના પોષ ગુજરાતી માગસર વદિ ૧૨-૧૩-૧૪, એ મુજબ ડિસેમ્બરની ૨૫-૨૬-૨૭મી તારીખોએ શુક્ર-શનિ-રવિવારે સ્વર્ગસ્થ ગુરુદેવ આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મ-શતાબ્દીના શુભ પ્રસંગે મુંબઈ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કચ્છ, ગુજરાત, મધ્યપ્રદેશ આદિના આગેવાનો શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલની શકુંતલા હાઈસ્કૂલમાં ભેગા થયા હતા. અમે પણ ત્યાં જ રહ્યા હતા. અને મારા સાંનિધ્યમાં જ તેઓએ આચાર્યપદવીનો સ્વીકાર કરવાની અત્યંત આગ્રહભરી વિનંતિ કરી હતી. સાથેસાથે મેં પણ અનુરોધ કર્યો હતો. પરંતુ શ્રી આગમપ્રભાકરજી મહારાજે એ જ કહ્યું કે હું તો જ્ઞાનની ઉપાસનામાં અને શાસનથી સેવામાં જ પદવીનો અધિકાર માનું છું. એટલે મને તો પદવી વગરની સ્થિતિમાં જ જ્ઞાનગંગામાં નહાવા દ્યો.” મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીની અનાસક્તિ, જ્ઞાનોપાસનાની ઉત્કટ ઝંખના અને સરળતા તો અજોડ છે. તેઓએ, મુનિશ્રી વલ્લભદત્તવિજયજીએ તથા મુનિ શ્રી જનકવિજયજીએ તેમ જ અન્ય પણ જે કોઈ વિનમ્ર, આત્મલક્ષી મુનિવરોએ આવી અનાસક્તિ દાખવી છે તેઓએ એક ઉત્તમ દાખલો રજૂ કરીને પદવીઓના ગૌરવને વધારે ખંડિત થતું અટકાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ધન્ય મુનિરાજ !” (તા. ૧૭-૪-૧૯૭૧) Jain Education International For Priyate & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy