SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન સંભવ છે, પ્રમાણ કરતાં ઘણા વધારે અને યોગ્યતાની દૃષ્ટિએ ઘણી ઊતરતી કક્ષાના આચાર્યો આપણા સંઘમાં હોવાથી જ આપણા ધર્મશાસનની સ્થિતિ આવી શોચનીય અને કમજોર બની ગઈ હશે. કોઈ પણ વસ્તુનો મહિમા ઘટાડી નાખવો હોય તો એ વસ્તુનો વધારો કરી નાખવો એ એક સામાન્ય નિયમ છે. હજી પણ નહીં જાગીએ તો આ પદવીઓ શાસનની શોભા મટીને વ્યક્તિના અહંકાર અને વ્યામોહના પોષણનું જ સાધન બની જશે. (તા. ૨૧-૧૦-૧૯૬૭) ૧૩૪ (૧૮) પદવી પ્રત્યે દાખલારૂપ અનાસક્તિ અત્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં આચાર્યપદ જેવી, ચતુર્વિધ સંઘમાં સર્વશ્રેષ્ઠ ગણાય એવી પદવીની છૂટથી લ્હાણી થતી રહેવાને કા૨ણે એ પદના મહિમામાં ઓટ આવી છે. એક બાજુ પદવી માટેની તીવ્ર ઝંખના અને બીજી બાજુ પદવીની થતી છૂટથી લ્હાણી, એવી શોચનીય અને વિષમ પરિસ્થિતિમાં પણ સદ્ભાગ્યે કેટલાક એવા અંતર્મુખ મુનિરાજો આપણા સંઘમાં મોજૂદ છે, જેઓ પદવી પ્રત્યેની આસક્તિથી સાવ અલિપ્ત અને દૂર રહેવામાં જ પોતાના સાધુજીવન અને સાધુધર્મની શોભા માને છે. તીર્થોદ્ધારક આચાર્ય શ્રીવિજ્યનીતિસૂરિજી મહારાજના સંઘાડાના પંન્યાસ શ્રી મંગળવિજયજી મહારાજ આચાર્યપદવી પ્રત્યે આવી જ દાખલારૂપ નિર્મોહવૃત્તિ ધરાવે છે. પદવી પ્રત્યેની અનાસક્તિના તાજેતરમાં બનેલા આવા જ થોડાક દાખલાઓ પ્રત્યે શ્રીસંઘનું ધ્યાન દોરવા અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. ચારેક મહિના પહેલાં મુંબઈમાં આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરિજીની જન્મશતાબ્દીની ઉજવણી પછી આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિ વરલીના જિનમંદિરની પ્રતિષ્ઠા માટે પધાર્યા હતા. આચાર્ય મહારાજ તથા સંઘના આગેવાનોની ઇચ્છા હતી કે આ પ્રસંગે આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજીને, મુનિરાજ શ્રી વલ્લભદત્તવિજયજીને તથા મુનિરાજશ્રી જનકવિજ્યજી ગણીને આચાર્યપદવી આપવામાં આવે. આ માટે શ્રીસંઘે આ મુનિવરોને ખૂબ આગ્રહભરી વિનંતિ કરી, પણ તેઓ પદવી નહીં લેવાના પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. વરલીની પ્રતિષ્ઠા વખતે આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે મારો સંદેશ’ નામે આવું નિવેદન (તા. ૩૧-૧-૧૯૭૧ના રોજ) શ્રીસંઘ સમક્ષ રજૂ કર્યું હતું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy