SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન ‘વળી કેટલાક વખતથી પંચકલ્યાણકમાંનો પ્રતિષ્ઠાનો અંશ દિવસે-દિવસે ગૌણ બનતો જાય છે અને પ્રદર્શનની મુખ્યતા થતી જાય છે. એટલે એ જ પ્રતિષ્ઠાચાર્ય સારા ગણાય છે કે જે પ્રદર્શનની કળામાં ચતુર હોય; જે કેવળ વિધિના જાણકાર હોય એને પસંદ કરવામાં નથી આવતા...... પહેલાં પંચકલ્યાણક-પ્રતિષ્ઠા એક વ્યક્તિ દ્વારા થતી, હવે એ સમાજના ધોરણે થાય છે. વ્યક્તિગત પંચકલ્યાણક-પ્રતિષ્ઠામાં પૈસાની પ્રાપ્તિને માટે બોલી બોલવાની જરૂર નહોતી પડતી; સમાજના ધોરણે થતી પ્રતિષ્ઠાનો મૂળ ઉદ્દેશ્ય અર્થોપાર્જનનો હોય છે .’ પં. શ્રી કૈલાસચંદ્રજીએ આ બાબતમાં દિગંબર જૈનસંઘને અનુલક્ષીને જે વાત કહી છે તે આપણા સંઘને પણ લાગુ પડે એવી છે. ભગવાનની ઉપર જણાવી તેવી ભક્તિમાં કે શણગારભક્તિમાં આપણે વિવેકને કેટલા પ્રમાણમાં સાચવી શકીએ છીએ અને એમાંથી ભક્તિના સારરૂપ સમર્પણભાવને કેટલા પ્રમાણમાં પ્રગટ કરી શકીએ છીએ એનો સત્યશોધક દૃષ્ટિએ વિચાર કરવાની બહુ જરૂર છે. નહીં તો એક બાજુ પ્રભુભક્તિને નામે જાતજાતની પ્રવૃત્તિઓ ચાલતી રહેશે અને બીજી બાજુ જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ એ ધર્મક૨ણીનો પાયાનો ઉદ્દેશ દૂર જ રહેશે; અને બધી પ્રવૃત્તિ પાણી વલોવવા જેવી વ્યર્થ જ બની રહેશે. ૫૨ જો આપણે બુદ્ધિને ઉઘાડી રાખીને કડવું સત્ય સ્વીકારવા તૈયાર હોઈએ, તો આપણને એ સમજતાં વાર ન લાગવી જોઈએ કે આપણે અત્યારે આવી ધર્મ અને જીવન વચ્ચેના દુર્મેળની બહુ શોચનીય સ્થિતિમાં અટવાઈ ગયા છીએ. એક બાજુ કંઈ કેટલા ય ધર્મોત્સવો ચાલી રહ્યા છે, અને બીજી બાજુ આવા ઉત્સવો કરનારાઓમાં પણ નીતિ, પ્રામાણિકતા, સચ્ચાઈ, સદાચાર જેવા ધર્મના પાયારૂપ સદ્ગુણો વધુ ને વધુ દુર્લભ બનતા જાય છે ! વિશેષ ખેદ ઉપજાવે એવી બીના તો એ છે કે આપણા ગુરુઓ ભક્તિમાં વિવેકની મર્યાદાની પુનઃ પ્રતિષ્ઠા કરવાને બદલે બાહ્યાડંબરમાં એકબીજા ઉપર સરસાઈ મેળવવાની હરીફાઈમાં જ પડી ગયા છે ! હવે તો એવો ભય લાગે છે કે જેમ-જેમ આપણી આંતિરક ગુણવત્તા ઓછી થતી જશે, તેમ વિવેક વગરની અને ઘેલછાભરેલી ભક્તિ વધતી જશે, અને જીવનનાં સાચાં મૂલ્યો વધુ વીસરાતાં જશે. આમાંથી ઊગરવાનો એકમાત્ર માર્ગ વિવેકને જાગૃત ક૨વો અને ધર્મના આંતરિક સ્વરૂપ તરફ અભિરુચિ કેળવવી એ જ છે. (તા. ૧૮-૧૦-૧૯૬૯) અમારા તા. ૧૪મી ઑગસ્ટના ગયા અંકમાં વીસનગરના જૈન ગાયક શ્રી પ્રાણસુખ માનચંદ નાયકનો ધર્મપ્રેમી જૈન ગાયકો પ્રત્યે' શીર્ષકે નાનો લેખ છપાયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy