SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જિનમાર્ગનું અનુશીલન વિનમ્રતાથી શોભાયમાન જ્ઞાનના પ્રકાશના કિરણે-કિરણે જ વિકાસનો માર્ગ આલોકિત બને છે – એ જ આ કથનનો સાર છે. (તા. ૩૦-૪-૧૯૬૬) (૭) સાંપ્રદાયિક માન્યતાઓ અને સત્યની શોધ સત્યની સતત શોધ અને શોધને અંતે જે કંઈ સત્ય લાધે, એનો ઉમળકાપૂર્વક સ્વીકાર એ માનવજીવનનો લ્હાવો અને એને ચરિતાર્થ કરવાનો મુખ્ય માર્ગ છે – પછી આ સત્ય વિશ્વરચનાને લગતું હોય, પોતાની જાત સાથે (આત્મા સાથે સંબંધ ધરાવતું હોય, ઇતિહાસ અને ભૂગોળની પરંપરાગત માન્યતાઓને તપાસનારું હોય, ધર્મને નામે પ્રચલિત બનેલી માન્યતાઓને લગતું હોય કે બીજી કોઈ પણ બાબત સાથે સંકળાયેલું. સૂર્યનો ઉદય થાય અને વસ્તુઓ સ્પષ્ટરૂપે ભાસવા લાગે એ જ રીતે સત્યનો પ્રકાશ પથરાતાં કેટલીય ભ્રામક માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ કે અજ્ઞાનજન્ય પરંપરાઓ પોતાના અસલી રૂપમાં સામે આવી જાય છે. હવે એવે વખતે એ ઉઘાડી પડી ગયેલી માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ કે પરંપરાઓને જડતાથી વળગી રહેવું કે વિવેકપૂર્વક એનાં પરિમાર્જન કે ત્યાગ સુધ્ધાં કરવા માટે તૈયાર રહેવું – એ નક્કી કરવામાં ચેતનાની નિષ્ફળતા કે સફળતા રહેલી છે. સત્ય સમજાયા છતાં જૂની-પુરાણી માન્યતાઓને વળગી રહેવું એ માનવજીવનના વિકાસને રૂંધી નાખનારી – દીવો લઈને કૂવે પડવા જેવી – ભૂલ છે. પણ માનવજીવનમાં સર્વોપરિ સ્થાને બિરાજતો ધર્મ જ્યારે ખળખળ વહેતી સરિતાનું રૂપ તજીને બંધિયાર તળાવ કે ખાબોચિયાની જેમ, પંથ કે સંપ્રદાયનું રૂપ ધારણ કરે છે, ત્યારે એની દૃષ્ટિ એવી તો સંકુચિત બની જાય છે કે એ પોતાની પરંપરાગત રૂઢ માન્યતાઓના સારાસારનો પણ ભાગ્યે જ વિચાર કરી શકે છે; પછી એ માન્યતાઓમાં સુધારણા કે જરૂર લાગતા એનો ત્યાગ કરવાની તો વાત જ શી કરવી ? એ સ્થિતિમાં અજ્ઞાન-અંધશ્રદ્ધા-અહંકારમૂલક માન્યતાઓથી મનને મુક્ત કરીને એમાં સત્યની પ્રતિષ્ઠા કરવાનું કામ મીણના દાંતથી લોઢાના ચણા ચાવવા જેવું અતિઅતિ દુષ્કર બની જાય છે. પછી તો ધર્મના કે માનવજીવનના સાર સમો વિશ્વમૈત્રી સાધવાનો સર્વમંગલકારી અમૃતમય માર્ગ તો સાવ જ ભુલાઈ જાય છે, અને એનું સ્થાન સાંપ્રદાયિક ક્લેશ-કંકાસ લઈ લે છે. માનવી સતત જાગૃત રહીને સત્યશોધક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy