SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ જિનમાર્ગનું અનુશીલન આગળ વધી શકયાં છે – એ વાતનો જ્યારે એકબીજાને ખ્યાલ આવશે, ત્યારે એમને પોતાને પણ જલદી એટલે સુધી કે એથી આગળ પહોંચવાની પ્રેરણા મળશે.” અંતમાં બધા ફિરકાઓને આ માટે ભારપૂર્વક વિનંતિ કરતાં લેખક કહે છે – “હું દિગંબર, શ્વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી બધા ય ફિરકાઓને અનુરોધ કરું છું કે તેઓ પોતાના સાધ્વી-સમુદાયની મહાન શક્તિ અને પ્રતિભાનો યોગ્ય રીતે વિકાસ થઈ શકે એ માટે પૂરો સાથ આપે. બધા ફિરકાનાં વિદુષી અને મુખ્ય સાધ્વીઓની જલદી યાદી તૈયાર કરવામાં આવે; એમાં તેઓની પોતાની યોગ્યતાનું અને એમનાં શિષ્યાઓનું વિતરણ કરવામાં આવે. અને એવાં સાધ્વીઓમાંનાં મોટા ભાગનાં સાધ્વીઓ એક સ્થાને એકત્ર થઈને વિચાર-વિનિમય અને ભાવી યોજના કરી શકે એવો અવસર એમને આપવામાં આવે. જૈનધર્મ અને સમાજને માટે તેઓ વધારેમાં વધારે ઉપયોગી થઈ શકે એવો પ્રયત્ન કરવામાં કશી ખામી રહેવા દેવામાં ન આવે.” સાધ્વી-સંમેલનનો શ્રી નાહટાજીનો વિચાર અમને સમયસરનો અને આવકારપાત્ર લાગે છે. સાથેસાથે આ વિચારને અમલી રૂપ આપીને આવું સાધ્વીસંમેલન મેળવવાનું કામ, અત્યારના પ્રગતિશીલ સમયમાં પણ, ખૂબખૂબ મુશ્કેલ છે એ પણ એટલું જ સાચું છે. એમ હોવાનું મુખ્ય કારણ, અમારી સમજ મુજબ, આંતરિક છે. દુનિયાભરના દેશોની, આપણા દેશની, આપણા પોતાના સંઘ કે સમાજની, આપણાં સંખ્યાબંધ કુટુંબોની અને આપણાં પોતાનાં ઘરોમાં રહેતી અસંખ્ય બહેનો આજે અનેક દિશાઓમાં અનેક રીતે વિકાસ સાધી રહેલ છે એ નજરોનજર નિહાળવા છતાં, કમસે-કમ તપગચ્છમાં તો, હજી પણ એવા કેટલાય સાધ્વી-સમુદાય મોજૂદ છે કે જેમને વિશેષ વિદ્યાધ્યયન અને શાસ્ત્રાભ્યાસ તેમ જ અન્ય શક્તિઓને ખીલવવા દ્વારા પોતાનો વિકાસ સાધવાની ઝંખના સતાવતી ન હોય, અને પોતાની બંધિયાર સ્થિતિ પ્રત્યેનો અણગમો ઉગ્ર બની ગયો ન હોય. ઊલટું, એમને તો જે સાધ્વીઓ પ્રગતિશીલ વિચારો ધરાવતી હોય અને પોતાનો વિકાસ સાધવા પ્રયત્ન કરતી હોય તેઓ જાણે કંઈક ભૂલ કરતી લાગે છે! લાંબા સમયથી અમુક સ્થિતિમાં રહેવાને ટેવાઈ જવાને લીધે, ઘણી વાર સ્ત્રી પોતે જ સ્ત્રીવર્ગના દુઃખનું કે પછાતપણાનું નિમિત્ત બની બેસે છે એવી વસ્તુસ્થિતિને કારણે આવું બને એ સ્વાભાવિક છે. પણ સમસ્ત શ્રીસંઘના કલ્યાણ અને અભ્યદયની દૃષ્ટિએ આ પરિસ્થિતિમાં સત્ર ફેરફાર કરવાની અને સાધ્વી-સમુદાય વિદ્યાઅધ્યયન વગેરે બાબતોમાં પૂર્ણ વિકાસ કરી શકે એવી એમને પૂરેપૂરી મોકળાશ અને સગવડ કરી આપવાની ખાસ જરૂર છે; અને આવી આવકારપાત્ર પરિસ્થિતિનું સર્જન કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy