SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૫ વાત આમ છે : આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ (તે કાળે મુનિ વલ્લભવિયજીએ) શ્રી જૈનધર્મ-પ્રસારક-સભા તરફથી વિ. સં. ૧૯૪૮માં પ્રકાશિત ‘ગપ્પદીપિકાસમીર’ નામે પુસ્તકની તેમ જ જૈન આત્માનંદ સભા તરફથી વિ. સં. ૧૯૭૨માં પ્રકાશિત ‘કલ્પસૂત્ર-સુબોધિકા ટીકા'ની પ્રસ્તાવનામાં સાધ્વીઓ પાટ ઉપર બેસીને પુરુષોની સામે વ્યાખ્યાન વાંચે તે વાતનો વિરોધ કર્યો હતો. ‘શ્રી મહાવી૨ શાસન' માસિકના તા. ૧-૨-૧૯૭૧ના તથા તા. ૧-૬-૧૯૭૧ના અંકના ‘પ્રાસંગિક’ નામે વિભાગમાં આ બંને પ્રસ્તાવનાઓ જોવાનું અમને કહેવામાં આવ્યું છે. ઉપરાંત, આ જ માસિકના તા. ૧-૭-૧૯૭૧ના અંકમાં મદ્રાસના પંડિત શ્રી કુંવરજી મૂળચંદ દોશીનો ‘પૂ. આ. શ્રી વિયસમુદ્રસૂરિજી મ. નું નિવેદન એક સમીક્ષા' નામે લેખ છપાયો છે. એમાં પણ આ પ્રસ્તાવનાઓનો ઉલ્લેખ કરીને આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ સાધ્વીઓને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપ્યાનો લેખિત પુરાવો આપવાની માગણી કરી છે. એ જ રીતે આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય પંન્યાસ શ્રી કનકવિજયજીના શિષ્ય મુનિશ્રી મહિમાવિજયજીએ તા. ૧-૩૧૯૭૧ના રોજ આઠ પાનાંની નાની પુસ્તિકા પ્રકાશિત કરી છે, એમાં ઉક્ત ‘ગપ્પદીપિકાસમીર'ની તથા ‘કલ્પસૂત્ર-સુબોધિકા'ની આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રસ્તાવનામાંના સાધ્વીઓના વ્યાખ્યાનનો વિરોધ કરતા અંશો ઉષ્કૃત કરીને તેઓ આના વિરોધી હતા એમ સૂચવ્યું છે. આ રીતે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીનાં પોતાનાં વચનો ટાંકીને, એમના નામે સાધ્વીજીઓનાં વ્યાખ્યાનનો જે વિરોધ કરવામાં આવે છે, એનો સમાધાનકારક ખુલાસો છે જ, અને તે આ પ્રમાણે : તેઓના આશાવર્તી સાધ્વીસમુદાયને પાટે બેસીને, શ્રાવકવર્ગની સમક્ષ વ્યાખ્યાન આપવાની તેમ જ કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ મળી હતી, તે તેઓશ્રીના કાળધર્મ પછી નહીં, પણ તેઓશ્રીની હયાતીમાં જ મળી હતી. એટલે આની સામે જો તેઓનો વિ. સં. ૧૯૪૮ અને વિ. સં. ૧૯૭૨ની જેમ વિરોધ ચાલુ હોત તો એ વિરોધનું પુનરુચ્ચારણ કરીને તેઓએ પોતાના સાધ્વીસમુદાયને આ રીતે વ્યાખ્યાન વાંચવાની પ્રવૃત્તિથી જરૂ૨ રોકયો હોત; એ રીતે રોકતાં એમને કોણ અટકાવી શકતું હતું ? આમ છતાં, જેઓ આચાર્યશ્રીએ સાધ્વીઓના વ્યાખ્યાન સામેનો પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો હોવાના લેખિત પુરાવાની માગણી કરે છે, તેઓની પાસે આપણે જરૂ૨ એવી સામી માગણી મૂકી શકીએ કે પોતાના સમુદાયની સાધ્વીઓની આ પ્રવૃત્તિના વિરોધમાં એ આચાર્યશ્રી જે કંઈ લખ્યું હોય તે રજૂ કરો ! Jain Education International For Private & Personal Use Only ૧૮૭ www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy