SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૦ ૧૬૭ ૧૯મી જાન્યુઆરીએ મહામના શ્રી મગનમુનિજીનું દેહાવસાન થયું. એમના શબની શોભાયાત્રામાં હજારો લોકો આવ્યા હતા. પાલખી ૪૧ કળશની બનાવી હતી. એમાં ચાંદીના ૪૧ કળશ ચડાવવામાં આવ્યા હતા અને ચાંદીની કલગીઓ પણ ૪૧ લગાવી હતી. ધજાઓ વગેરેથી પાલખીને ખૂબ શણગારી હતી. શરીર ઉપર સફેદ જરિયાની ચાદર, સોનાની મુહપત્તી, ગળામાં સોનાની માળા અને કપાળમાં સુંદર માંડલું શોભી રહ્યું હતું. પાંત્રીસસો રૂપિયાની ઉછામણી બોલાવવામાં આવી હતી. સ્મશાનભૂમિ સુધી રૂપિયા ઉછાળવામાં આવ્યા હતા. સરદારશહેરના ઇતિહાસમાં આવી જાતનું મહાપ્રયાણ પહેલ-વહેલું જ જોવા મળ્યું. આખી ચિતા ટોપરાં, ઘી અને ચંદનની બનેલી હતી. આ બધા ખર્ચને માટે ત્રીસ હજારથી વધારે રૂપિયા ભેગા થયા છે.” આ સામાચાર ઉપર શ્રી જમનાલાલજી જેને જે નોંધ લખી છે, તે તેમના જ શબ્દોમાં વાંચીએ : શું તુલસીજી એ નથી જાણતા કે અત્યારે આપણો દેશ કેવી મુશ્કેલ સમસ્યાઓ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે? શું તેઓ નથી જાણતા કે અત્યારનો માનવધર્મ શું છે? જે મુનિએ કનકને કીચડ જેવું લેખીને અપરિગ્રહનું વ્રત સ્વીકાર્યું હતું, એમના શબને સોનાની મુહપત્તી અને કંઠીથી શણગારવું કયાં સુધી ઉચિત છે .. આ શબ- શૃંગાર સંબંધી અમે શું લખીએ? આ ઉપર ટાંકેલ “જેન-ભારતીમાં પ્રગટ થયેલ) વર્ણન પોતે જ એક જીવતી-જાગતી ટીકારૂપ છે. શબનો આ શણગાર અપરિગ્રહ અને ત્યાગના આદર્શો અને સિદ્ધાંતોની હત્યા જ છે ! આવી ઘટના દેશને માટે દુઃખદાયક છે. અમે આચાર્ય શ્રી તુલસીજીને વિનયપૂર્વક કહેવા ઇચ્છીએ છીએ કે ઓછામાં ઓછું તેઓ પોતાના કાર્યક્ષેત્ર ઉપર એવું કલંક ન લાગવા દે કે જેને સાફ કરવામાં એમનું આખું જીવન પણ ઓછું પડે !” શ્રી જમનાલાલજીએ માર્મિક શબ્દોમાં પોતાની વેદના પ્રગટ કરી છે, અને જો આપણી ગુણગ્રાહક દષ્ટિ કંઠિત થઈ ન હોય, તો એની આપણે જરૂર આભાર સાથે કદર કરવી જોઈએ. પણ અત્યારે જે રીતે સાંપ્રદાયિક વ્યામોહ અને કદાગ્રહ સૌને વળગ્યો છે, તે જોતાં આવી આશા રાખવી નકામી લાગે છે. એક મુનિવરના શબના મુખે સોનાની મુહપતી, એ ઘટના ખરેખર સાવ નવી, વિચિત્ર અને શોચનીય છે. પણ આ કંઈ માત્ર તેરાપંથી સમાજને ઉદ્દેશીને જ અમે નથી લખતા. ઇતર જૈન સમાજોમાં પણ સંપત્તિનું જે કંઈ પણ આવું વિવેકહીન પ્રદર્શન થતું હોય, તે બધાએ આમાંથી બોધપાઠ લેવો જોઈએ એમ અમને લાગે છે. છેવટે અત્યારના પલટાતા રાજકારણમાં જૈન-સમાજના ભલાની વ્યાવહારિક દૃષ્ટિએ પણ જેનોની સંપત્તિનું આવું બેહૂદું પ્રદર્શન ન થાય એ ઈચ્છવા જેવું અમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy