SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જિનમાર્ગનું અનુશીલન એકતા પ્રસ્થાપિત કરવા માટે શ્રાવકોએ અનેક સંમેલનો મેળવ્યાં, પ્રતિનિધિમંડળો યોજ્યાં, દિવસોના દિવસો પર્યન્ત લાંબા પ્રવાસ ખેડ્યા, લાખોનાં આંધણ મુકાયાં; પરંતુ એ બધા પ્રયાસો સર્વથા નિષ્ફળ રહ્યા. “નિયમ-પ્રસ્તાવોને ઘોળીને પી જઈ શકાય છે, આંતરિક વિખવાદ-વિવાદો ઊભા કરી શ્રાવકોનાં જૂથો રચી અલગઅલગ ચોકાઓ સ્થાપી શકાય છે, કારણ કે શ્રાવકવર્ગ નિષ્ક્રિય, નિર્બળ બન્યો છે. શ્રાવકમાં સંપ્રદાયવાદ-અલગતાવાદની ઘેરી છાયા જડ ઘાલી બેઠી છે.. પૂરી ચકાસણી વિના દીક્ષાઓ અપાય, બાળદીક્ષાઓ થાય; વય, વૈરાગ્ય કે અભ્યાસની પૂરી તપાસ કરવામાં ન આવે, અને પરિણામ એવું આવે કે જેથી સમાજ વગોવાય.” આવું લખાણ વાંચીને આપણે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો રખે એમ માની લઈએ કે સ્થાનકવાસી શ્રમણસમુદાયમાં શિથિલતા વધારે છે, અને આપણે ત્યાં સબ સલામત છે ! આપણે ત્યાંની સ્થિતિ આના કરતાં જરા ય ચડિયાતી નથી; ઊલટી, વિશેષ ચિંતા કરવી પડે એવી છે. ફરક ફક્ત એટલો છે કે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શ્રાવકસંઘ આ બાબતને અનધિકાર ચેષ્ટા માનીને એ અંગે સાવ બેફિકર અને નિષ્ક્રિય બનીને આ બધું બરદાસ્ત કરી લે છે, જ્યારે સ્થાનકવાસી શ્રાવકસંઘ આ માટે સતત જાગૃત છે; પેલા સતત ઉદ્યમી કરોળિયાની જેમ, કંઈક ને કંઈક કારગત ઉપાય શોધતો અને અજમાવતો રહે છે. તેથી ક્યારેક પણ કંઈક સારું પરિણામ આવી શકશે. સાધુસમુદાયમાં વધતી શિથિલતાના અનિષ્ટને રોકવા માટે સાધુસમેલન અને સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સનું અધિવેશન એક જ સ્થાને અને એક જ સમયે તત્કાળ બોલાવવાની માગણી સ્થાનકવાસી શ્રાવકસંઘમાં વેગ પકડતી જાય છે; એને જવાબદાર શ્રમણવર્ગનો ટેકો પણ મળી રહ્યો છે. આ અંગે લખતા જૈનપ્રકાશના તા. ૨૩૬-૧૯૬૯ના અગ્રલેખમાં કહેવામાં આવ્યું છે – “પ્રતિદિન વણસતી જતી શ્રમણસંઘની પરિસ્થિતિથી સારા યે સ્થાનકવાસી જૈન સમાજમાં દુઃખ અને નિરાશાની લાગણી વ્યાપી છે. સ્થળ-સ્થળેથી બૂમ પડી રહી છે, કે શ્રાવક-સમાજ સત્વર જાગૃત બની શ્રમણ સંઘને પુનઃ સંગઠિત, સુદઢ અને અણ બનાવવા શકય એ બધા જ પ્રયાસો શરૂ કરી દે. “મહારાષ્ટ્ર આ પ્રશ્ન અંગે વધારે જાગૃત, લાગણીવશ અને સંવેદનશીલ છે... કોઈ પણ ભોગે મહારાષ્ટ્રનો શ્રાવકગણ વહેલામાં વહેલી તકે સાધુસંમેલન બોલાવી શ્રમણસંઘમાં પુનઃ એકતા આણવા કૃતનિશ્ચય બન્યો છે... “સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ એ ભારતના સારા યે સ્થાનકવાસી જૈન સમાજની મધ્યસ્થ પ્રતિનિધિ-સંસ્થા છે. સમાજ પ્રત્યેની એની જવાબદારી ઘણી મોટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy