SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૧, ૧૨ ૧૦૫ કે આચાર્ય-ભગવંતો કરતાં પણ શ્રાવકસંઘના આગેવાનોમાં શ્રમણસંઘનાં ઐક્ય, ઉન્નતિ અને ગૌરવ વધારવા માટેની ભાવના વધારે ઉત્કટ છે, અને સંઘ-ઉન્નતિના કામમાં દરેક રીતે સહયોગી બનવાની એ સહયોગ લેવાની પૂરેપૂરી તત્પરતા છે. આવા સુવર્ણ-અવસરનો યત્કિંચિત્ પણ લાભ શ્રમણ સંસ્થાના પ્રમુખો ન લઈ શક્યા તે ખૂબ જ દુઃખ અને નિરાશા ઉપજાવે એવી ઘટના બની ગઈ! આચાર્ય-ભગવંતો સંગઠન, પ્રચાર અને નવનિર્માણ માટે તૈયાર થાય એવી જરા પણ આશા દેખાતી નથી. એટલે નિષ્ઠાવાન, વિચારશીલ સુશ્રાવકો જ સંગઠિત થઈ, વ્યવસ્થિત કાર્યક્રમ તૈયાર કરીને પ્રાર્થના નહીં કરે અને છેવટે અમલ કરાવવા માટેની દઢતા નહીં દેખાડે ત્યાં સુધી આચાર્ય-મહારાજાઓની નીંદ નહીં ઊઘડે. જૈન સમાજ પાસે વિવિધ પ્રકારની શક્તિઓ તો છે જ, પરંતુ સુસંગઠન અને વ્યવસ્થિત પ્રચારનો એનું નવનિર્માણનો કાર્યક્રમ ન હોવાને લીધે શક્તિઓનો યથાર્થ ઉપયોગ નથી થઈ રહ્યો... જે જૈનસંઘ પાસે અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતસિદ્ધાંતમાં નિષ્ઠા રાખવાવાળો ત્યાગી-તપસ્વી, વિદ્વાન શ્રમણ-શ્રમણી વર્ગ ૭-૮ હજાર જેટલી મોટી સંખ્યામાં હોય, તે શું જગતના કોઈ પણ સંપ્રદાયથી અથવા કોઈ પણ ક્ષેત્રમાં પાછળ દેખાય ? આમ થવામાં મને તો નિનયકતા (એક નેતાનો અભાવ) તેમ જ સુસંગઠન, નિશ્ચિત ધ્યેય, નિશ્ચિત કાર્યક્રમ અને એકનિષ્ઠ બની કામ કરવાની વૃત્તિનો અભાવ જ કારણ લાગે છે.” જૈનસંઘમાં અત્યારે જેવું અનિચ્છનીય વાતાવરણ પ્રવર્તે છે, તે જોતાં કોઈને આ મુનિશ્રીનું કથન અરણ્યરુદન જેવું લાગે એ બનવા જેવું છે. પણ આપણા સંઘમાં તેઓ કે એમના જેવા વિચારક મુનિવરો ભલે ઓછી સંખ્યામાં પણ મોજૂદ છે એ જ અમારે મન મહત્ત્વની અને આશાપ્રેરક બાબત છે. (તા. ૧૮-૯-૧૯૭૬) (૧૨) જૈનધર્મનો પ્રચારઃ એક મુનિવરનો નેપાળ-પ્રવાસ હવા અને પાણીની જેમ ધર્મ પણ માનવ-જીવનનો મોટો આધાર છે. અને હવા અને પાણીને બાંધી રાખવાનો પ્રયત્ન જેમ તેના અમૃત-તત્ત્વને નુકસાન પહોંચાડે છે, તેમ ધર્મને વિષે પણ સમજવું. જૈનધર્મ પોતાની સંસ્કૃતિમાં રહેલ શક્તિને આધારે આજે પણ ટકી રહેલો નજરે પડે છે એ જેમ સાચું છે, એ રીતે એની વિકાસશીલતામાં સમયના વહેવાની સાથે ક્ષીણતા આવી ગઈ છે અને એનું ક્ષેત્ર વધુ ને વધુ સંકુચિત બનતું ગયું છે એ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy