SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જિનમાર્ગનું અનુશીલન બાજુ પોતાનાં તપ, ત્યાગ અને સંયમને વિશુદ્ધ રાખીને ધર્મોપદેશ આપનારા ગુરુઓની છાપ જૈનો ઉપરાંત જૈનેતરો ઉપર પણ ઘણી ઉમદા પડતી દેખાય છે. આપણા ધર્મગુરુઓ શેષકાળ દરમિયાન આ રીતે વહેતાં જળ જેમ વિચરે અને ધર્મોપદેશ કરીને જૈનસમાજને પ્રગતિને માર્ગે વાળે અને આમ જનતામાં જૈનધર્મની શાખ વધારે એ જ અભિલાષા. (તા. ૯-૧૨-૧૯૫૦) (૨૮) શ્રમણસંઘ અને ચતુર્થ-પંચમ વ્રત. શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ જાણીતા રાષ્ટ્રીય કાર્યકર, સુવિચારક અને સ્થાનકવાસી સંઘના સમર્થ આગેવાન છે. થોડાક વખત પહેલાં મુંબઈમાં અ. ભા. જે. સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સની જનરલ કમિટી મળી, તે પ્રસંગે શ્રમણસંઘને સ્પર્શતા ઠરાવ અંગે બોલતાં શ્રી ચીમનભાઈએ એક વિચારપ્રેરક પ્રવચન કર્યું હતું, જેમાં તેઓએ શ્રમણસંઘની શુદ્ધિ અંગે – ખાસ કરીને બ્રહ્મચર્ય-મહાવ્રત અને અપરિગ્રહ-મહાવ્રત અંગે – જે સ્પષ્ટ વિચારો વ્યક્ત કર્યા હતા, તે આપણા માટે પણ ઉપયોગી હોવાથી, અહીં ઉદ્ધત કરીએ છીએ : જો આપણે સંગઠન સાધવું હશે તો આ પ્રકારની (મારા-તારાપણાની) ભાવનાને આપણા અંતરમાંથી સદાને માટે તિલાંજલિ આપવી જોઈશે અને શિથિલાચારને દૂર કરવા માટે કટીબદ્ધ બનવું પડશે. શ્રમણસંઘ જેવી પવિત્ર સંસ્થામાં શિથિલાચારને સીધું યા આડકતરું જરા પણ પોષણ આપી શકાય નહિ. શિથિલાચાર માટે પ્રાયશ્ચિત્તનું ધોરણ ઉચ્ચ બનવું જોઈએ. જે કોઈ સાધુ-સાધ્વી ચોથા વ્રતનો ભંગ કરે તે એક ક્ષણ માટે પણ સાધુ-સાધ્વીના વેશમાં રહી શકે જ નહિ; તે માટેનું પ્રાયશ્ચિત્ત હું કલ્પી જ શકતો નથી. માનવજીવનની બધી વાસનાઓમાં કામવાસના એટલી પ્રબળ છે કે તે દિશામાં એક વખત મન ગયા પછી તેમાંથી પાછા હટવાનું અત્યંત દુર્ઘટ છે. ખ્રિસ્તી ધર્મમાં રોમન કેથોલિક ચર્ચમાં જે પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે તે તમો સાંભળો તો તમારું દિલ થંભી જાય એટલું કડક પ્રાયશ્ચિત્ત તે સંસ્થામાં આપવામાં આવે છે. શ્રમણો માટે બ્રહ્મચર્યવ્રત અને અપરિગ્રહવત મુખ્ય છે. કોઈ સાધુ-સાધ્વી પોતાના સંપ્રદાયના નામે કે પોતાના નામે સંસ્થા ઊભી કરવા કે ચલાવવા પૈસા ભેગા કરે તે ઊંડાણથી જોઈએ તો એક પ્રકારનો પરિગ્રહ જ છે. અને તેમાં અપરિગ્રહવ્રતનો સ્પષ્ટ ભંગ જ છે. સત્તા અને કીર્તિ માટેની લાલસા, પોતાના નામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy