SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૨, ૩ “આખી પ્રસ્તાવના જોયા પછી મારા ઉપર એ અસર પડી છે કે ભાઈશ્રી માલવણિયાએ ગણધ૨વાદ જેવા અતિગહન વિષયને કુશળતાપૂર્વક અતિસરળ બનાવી દીધો છે. તદુપરાંત તેમણે ગણધરવાદમાં ચર્ચાયેલા પદાર્થોના વિકાસ અને ઉદ્ગમ વિષે વૈદિક કાળથી લઈ જે સપ્રમાણ દાર્શનિક અને શાસ્ત્રીય ઇતિહાસ રજૂ કર્યો છે, તે દ્વારા તાત્ત્વિક પદાર્થોનો ક્રમિક વિકાસ કેમ થતો ગયો અને એકબીજાં દર્શનો ઉ૫૨ તેની કેવીકેવી અસરો થઈ એ સ્પષ્ટરૂપે સમજાઈ જાય છે. તે સાથે આપણને એ પણ સમજાઈ જાય છે કે સમ્યજ્ઞાન-દર્શનની ભૂમિકામાં રહેલા મહાનુભાવે તાત્ત્વિક પદાર્થોનું અધ્યયન, અવલોકન તેમ જ ચિંતન કેવી વિશાળ અને તટસ્થ દૃષ્ટિએ કરવું જોઈએ, જેથી એની સમ્યજ્ઞાનદર્શનની દશા દૂષિત ન થાય. “પ્રાચીન અને ગહન જૈન ગ્રંથોનાં આપણી ચાલુ દેશી ભાષાઓમાં જે વિશિષ્ટ ભાષાન્તરો ઐતિહાસિક નિરૂપણ અને આવશ્યક વિવેચન સાથે પ્રકાશિત થયાં છે, તેમાં ગણધરવાદનો પ્રસ્તુત ભાષાંતર-ગ્રન્થ એક વિશિષ્ટ ભાત પાડે છે એ એક હકીકત છે.” આ ઉદ્ગારો આ ગ્રંથ પ્રત્યેની અનેક વિદ્યાપ્રેમીઓ અને અવલોકનકારોની લાગણીને પણ વ્યક્ત કરે છે. 898 (૩) કર્મગ્રંથોના પ્રકાશનનો આવકારપત્ર જ્ઞાન-મહોત્સવ જૈનપુરી અમદાવાદમાં ગયે મહિને યોજાયેલા શ્રુતભક્તિના એક શાનદાર મહોત્સવની નોંધ લેતાં અમે ખૂબ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. આ જ્ઞાનમહોત્સવ હતો કર્મ-તત્ત્વજ્ઞાનને લગતા બે નવા શાસ્ત્રીય ગ્રંથોનાં પ્રકાશનોનો અને એ નિમિત્તે યોજાયેલ જૈનસાહિત્ય-પ્રદર્શનના ઉદ્ઘાટનનો. આ બે નવા શાસ્ત્રીય ગ્રંથો છે ‘ખવગસેઢી’ અને ‘ઠિઇબંધો'. બંને ગ્રંથોનું મૂળ વસ્તુ જૈનધર્મની શાસ્ત્રભાષા પ્રાકૃતમાં પદ્યમાં ગૂંથવામાં આવ્યું છે; અને એના ઉપર, ભગવાન મહાવીરનાં નિર્વાણ પછી કેટલીક સદીઓ બાદ જૈનસંઘે સ્વીકારેલી અભિનવ પ્રથા પ્રમાણે, સંસ્કૃત ભાષામાં વિશદ અને સુવિસ્તૃત ટીકા રચવામાં આવી છે. Jain Education International (તા. ૩૦-૫-૧૯૫૩) ‘ખવગસેઢી' (ક્ષપકશ્રેણી) ગ્રંથના મૂળ અને તેની ટીકા બંનેના રચિયતા છે મુનિરાજ શ્રી ગુણરત્નવિજયજી. તેઓ પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજીના શિષ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy