SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૦ તીર્થસ્થાનમાં પ્રભુપૂજા માટે આપણે જઈએ ત્યાં પ્રભુપ્રતિમાના પ્રક્ષાલનથી માંડીને પૂજા સુધી કેવી પડાપડી અને ધમાલ મચી રહે છે ! સહુને એમ કે હું પહેલો પહોંચી જાઉં અને મારી પૂજાને સફળ બનાવી લઉં. પણ આ વખતે આપણે શાંતિ અને ધીરજનો મહિમા સદંતર ભૂલી જઈને પ્રભુ-પ્રતિમાની પૂજામાંથી જીવનપ્રેરક સગુણોને પ્રગટાવવાનો જે લાભ હાંસલ કરવાનો હોય છે, તે ચૂકી જઈએ છીએ. પ્રભુપૂજાની આ સ્થિતિ છે, તો પ્રભુસ્તુતિમાં વળી સૌને ઊંચે સાદે ચૈત્યવંદન-સ્તવનસ્તુતિ-સ્તોત્ર લલકારવાનું મન થઈ આવે છે – પછી પોતાનું એ ગાન ભલે ને મધુરતા, સ્વરમેળ કે ઢંગધડા વગરનું કે બીજાને અગવડકારક હોય ! ત્યાં તો જાણે હોડ જ જામી પડે છે! પરિણામે, મંદિરનો રંગમંડપ સુમધુર સ્વરોને બદલે ઘોંઘાટનું મેદાન જ બની જાય છે. ગુરુ-મહારાજનો ઉપદેશ સાંભળવા માટે પણ, ખાસ કરીને પર્યુષણા વગેરે પર્વદિવસોમાં જ્યારે મોટો જનસમુદાય ભેગો થાય છે ત્યારે, શોરબકોર અને કલબલાટનું જ સામ્રાજ્ય જામી જતું હોઈ થોડેક દૂર બેઠેલાને પણ કાને કશું સંભળાતું નથી, તો પછી વધારે દૂર બેઠેલાની તો વાત જ શું કરવી ? ઉપદેશ સાંભળવા જનાર ભાવના અને શ્રદ્ધાથી જાય છે, પણ જ્યાં સાંભળવું જ મુશ્કેલ બની જાય ત્યાં એ શું કરી શકે? વળી જ્યાં બહુ મોટો સમુદાય એકત્ર થયો હોય ત્યાં દૂર દૂર સુધી વ્યાખ્યાતાનો અવાજ ન પહોંચે તેથી કંટાળીને પણ લોકો વાતચીત વગેરે દ્વારા ત્યાંની શાંતિમાં ખલેલ પહોંચાડતા હોય. આનો ઉપાય અત્યારે તો ધ્વનિવર્ધક યંત્ર સિવાય બીજો એને માટે અમને દેખાતો નથી. પણ સમય પાક્યો હોય એમ આજના ધર્મસંઘમાં નથી દેખાતું. સ્વામીવાત્સલ્ય કે નવકારશીના જમણવારો વખતે જે અસ્વચ્છતા અને કચ્ચરઘાણની સ્થિતિ પેદા થાય છે, એનું તો વર્ણન જ કરવું શક્ય નથી. તેમાં તો પહેલી કે વધુમાં વધુ બીજી પંગતમાં જેઓ જમવા બેઠા, એમના સિવાય બીજાઓને તો કેવળ એઠવાડમાં જ જમવા બેસવું પડતું હોય એવી હાલત પ્રવર્તે છે. થાળી-વાડકા વગેરેની અસ્વચ્છતા પણ મનમાં ધૃણા ઉપજાવે એવી હોય છે. સંવત્સરી-પ્રતિક્રમણ જેવી સ્થિર અને શાંત મને કરવાની ધર્મક્રિયા વખતે પણ આપણે ત્યાં કેટલાક પ્રમાણમાં જે અરાજકતા અને ટીખળી વૃત્તિ દેખાય છે, તે તો શરમ ઉપજાવે એવી છે. આવે વખતે સહેજે ક્રિશ્ચિયનોના ચર્ચમાં એકત્ર થતી વિશાળ માનવમેદનીની શાંતિ અને શિસ્ત યાદ આવી જાય છે. વળી, તીર્થસ્થાનોમાં આપણે ધર્મશાળા વગેરેનો જે બેજવાબદારીથી ઉપયોગ કરીએ છીએ, મન ફાવે ત્યાં બેહદ ગંદકી કરીએ છીએ અને ધર્મશાળાનાં વાસણો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy