SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૮ ૪૫ એક વાર શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહીમાં પધાર્યા. રાજા શ્રેણિક ભગવાનના દર્શને જતા હતા, ત્યારે માર્ગમાં એમણે રાજર્ષિ પ્રસન્નચંદ્રને કાયાની માયા વિસારીને ધ્યાનમાં એકાગ્ર થયેલા જોયા. રાજા શ્રેણિક રાજર્ષિની સાધનાથી ખૂબ પ્રભાવિત થયા. ધર્મદેશના પૂરી થયા પછી રાજાએ ભગવાનને પૂછ્યું: “ભગવાન, મેં જ્યારે રાજર્ષિનાં દર્શન કર્યા ત્યારે જો તેઓ કાળધર્મ પામ્યા હોત તો એમને કઈ ગતિ મળત ?” ભગવાને કહ્યું: “નરકગતિ.” રાજા વિમાસણમાં પડી ગયા: આમ કેમ ? આવા એકાગ્ર સાધકને નરકગતિ ? વળી રાજાએ પૂછ્યું: “પ્રભુ, અત્યારે રાજર્ષિનો સ્વર્ગવાસ થાય તો તેઓ કઈ ગતિમાં જાય ?” મનના ભાવોના જાણકાર પ્રભુએ કહ્યું : “રાજનું, અત્યારે તો એ રાજર્ષિને કેવળજ્ઞાન પ્રગટી ચૂકયું છે.” રાજાની વિમાસણ વધુ ઘેરી બની. વાતનું રહસ્ય આ હતું. જ્યારે રાજા શ્રેણિકે રાજર્ષિનાં દર્શન કર્યા ત્યારે શરીરથી તેઓ ધ્યાનમગ્ન દેખાવા છતાં એમનું ચિત્ત આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી ખૂબ મલિન હતું. પાસેથી પસાર થતા વટેમાર્ગુઓમાંથી કોઈના મોઢેથી, ધ્યાનમાં રહેલા રાજર્ષિએ સાંભળ્યું કે એમના બાળપુત્રનું રાજ્ય ભયમાં આવી પડ્યું છે; એ સાંભળીને એમનું ધ્યાન ચલિત થઈ ગયું અને તેઓ પોતાના પુત્રના દુશમનો સામે મનમાં ને મનમાં યુદ્ધ આદરી બેઠા અને પોતાના સાધુપણાને વીસરી ગયા ! એ ક્ષણે ચિત્તમાં પ્રવેશી ગયેલા ક્લેશ અને કષાય એટલા ઉગ્ર હતા કે જે એમને નરકગતિમાં જ ખેંચી જાય ! મનમાં ને મનમાં યુદ્ધ કરતાં એમને આભાસ થયો કે બધાં શસ્ત્રો ખલાસ થઈ ગયાં છે, એટલે એમણે દુશ્મન તરફ શસ્ત્ર તરીકે ફેંકવા માટે પોતાનો મુગટ લેવા માથા ઉપર હાથ મૂક્યો ! પણ ત્યાં મુગટ ક્યાં હતો ? હાથ વાળ વગરના મુંડિત મસ્તક ઉપર પડ્યો; અને રાજર્ષિનો આત્મા અને ત્યાગભાવ જાગી ઊઠ્યો. પછી તો પશ્ચાત્તાપનો એમનો આંતરિક અગ્નિ એટલો ઉગ્ર બન્યો કે થોડીક ક્ષણોમાં જ એમનાં કર્મો, ક્લેશો, કષાયો ભસ્મીભૂત થઈ ગયાં અને તેઓ કેવળજ્ઞાની બની ગયા! આવા ચિત્ર-વિચિત્ર હોય છે મન-મર્કટના ખેલ! રાજા શ્રેણિકની વિમાસણનું સમાધાન થયું. - દુનિયાની નજરે અને સામાન્ય દૃષ્ટિએ પણ જે કાર્ય સારું કહેવાતું હોય અને પોતે પણ એ કાર્ય ઉત્તમ અને વધારે લાભકારક છે એવી સમજણથી જ કર્યું હોય અને છતાં એવું કાર્ય કરવા પાછળની મનોવૃત્તિ મેલી અને કષાયપ્રેરિત હોય તો એનો અંજામ કેવો ખરાબ આવે છે, એનું એક વધારે સચોટ ધર્મકથાનક જાણવા-વિચારવા જેવું છે. એ કથાનક શ્રી જિનેશ્વરસૂરિ-વિરચિત કથાકોષ-પ્રકરણ’ નામે ગ્રંથમાં છે (આની રચના વિ.સં. ૧૧૦૮માં થઈ હતી. એ સંક્ષેપમાં આ પ્રમાણે છે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy