SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ VI અને રૂઢિચુસ્તતાથી અલિપ્ત રહીને યુગાનુરૂપ ઉદાર જૈન સંસ્કૃતિની સ્થાપના જ એની મથામણોનું કેન્દ્ર બની હતી. આ જ પરંપરાને લેખકશ્રીએ પોતાની નમ્ર, નિપુણ, પ્રેમાળ પ્રતિભાથી સવિશેષ દીપાવી. ઉપરના શીર્ષકમાંનું વચન સમાવતું આખું સુંદર કબીરપદ લેખકશ્રી સવારે ઊંડા ભાવથી ગાતા તેના અમે સંતાનો પણ સાક્ષી છીએ. એમનું પત્રકારત્વ, વક્તત્વ કે જીવન એવા ઊંચા જીવનરસથી સીંચાતું રહેલું. આ લખાણોની કામગીરી લેખકે જૈન'ના પોતાના પુરોગામી શ્રી “સુશીલની બીમારી વખતે માત્ર છ મહિના માટે સ્વીકારેલી, પણ શ્રી “સુશીલની ચિરવિદાય થતાં એ પોણીબત્રીસ વર્ષ ચાલી ! સૂકા વનમાં જેમ આગ એકદમ ફેલાઈ જાય, તેમ લેખક પાસે પાયાનું ઊંચું સંસ્કારધન હોવાથી તેમ જ નિત્ય ઘડાતા રહેવાની પ્રગતિશીલ મનોવૃત્તિ હોવાથી ક્રમશઃ આ કર્તવ્ય તેમને પૂરું સદી ગયું અને તેમનાં વિચારો અને ભાવનાઓને પણ સુંદર ઘાટ આપતું રહ્યું. જીવનને પોષનારાં ધાર્મિક, પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક, આર્થિક એ સર્વ પાસાં પરત્વે તેમની પારદર્શી સમજણ સમાજને સુપેરે ઘડે તેવાં લખાણોમાં પરિણમતી રહી. વાણીનો આડંબરમાત્ર કરી વાહ-વાહ મેળવવા નહિ, પણ લખાણો-રૂપે પ્રગટ ચિંતન-મંથન કરતાં-કરતાં ઉપર્યુક્ત દરેક ક્ષેત્રનાં વિવિધ સત્યો પામવા માટેની એ એક ઉપાસના જ બની રહી, એક એકાગ્ર ધ્યાનયોગ જ બની રહ્યો. આમાં જીવનમાં ખરેખર તારક બનતા ધર્મતત્ત્વને, અધ્યાત્મને જ સતત કેન્દ્રમાં રાખીને ઉપર્યુક્ત અન્ય પાસાંઓ નિરૂપાયાં હોઈને આ લખાણો ચિરંજીવ બન્યાં છે. લેખકની આત્મનિરીક્ષણવૃત્તિ કેટલી સહજ અને ઉત્કટ હતી તે તો એ પરથી જાણી શકાય છે કે તેમના અવસાનના સવા વર્ષ પૂર્વે (ઓગસ્ટ ૧૯૮૪માં) તેમના એક યાદગાર સન્માન-સમારંભમાં તેમના આ લેખો ગ્રંથસ્થ કરવાની જાહેરાત જ્યારે જેન'ના પ્રતિનિધિ દ્વારા કરાઈ, ત્યારે લેખકશ્રીએ તરત જ “ના, ના. એ તો રોટલા માટે લખાયેલા; એને એમ છાપશો નહિ” એમ મંચ પર બેઠાં-બેઠાં જ કહી દીધેલું છે વધુ કસાયેલું સાધક-જીવન જીવીને ને સમાજની પ્રત્યક્ષ સેવા કરીને જ થોડું, પણ કાર્યસાધક સત્ત્વશીલ લખાણ કરવાની તમન્ના એમાં સમજાય છે. વળી વિષમ અર્થતંત્રે નિર્વાહને કેટલો દોહ્યલો કર્યો છે એની ઉત્કટ ફરિયાદ પણ એમાં ગર્ભિત છે.. * આમ છતાં, સંશયાત્મા ન થતાં, તેમણે જૈન'ની પોતાની કામગીરી બાબત વાજબી સંતોષ પણ નિખાલસપણે અનેક વાર પ્રગટ કર્યો હતો.(પાંજરાપોળના ઉપાશ્રય તરફથી થયેલા તેમના એ સન્માનનું પ્રવચન સમભાવનો ઉત્તમ નમૂનો છે.) ઉચ્ચાવી વાચકોના અભિનંદનદર્શક પત્રોની પણ આ નીતર્યા જીવને ખૂબ કિંમત હતી. પંજાબ સંઘના સેવાનિષ્ઠ મુનિવર્ય શ્રી જનકવિજયજીએ તેમનાં લખાણોના કાયમી પ્રબુદ્ધ ચાહક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy