SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૩ કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં, મોડેમોડે પણ એમની ધર્મભાવના અને આત્મસાધનાને અંજલિ આપવી ઉચિત અને જરૂરી છે, તેથી આ નોંધ લખીએ છીએ. આ મુનિવરની આત્મસાધનાની જે વિગતો જાણવા મળે છે, તે ઉપરથી એમ લાગે છે કે એમની સાધના બિલકુલ વ્યવસ્થિતપણે અને પૂર્વનિશ્ચિત ક્રમ પ્રમાણે ઉત્તરોત્તર આગળ વધતી રહી છે, અને સમાધિપૂર્વક દેહત્યાગ કરવાની એમની અંતિમ ઉત્કટ આરાધના પણ એવી જ યોજનાપૂર્વક સફળ થઈ હતી – આ વાત નીચેની વિગતો ઉપરથી સમજી શકાશે : એમનો જન્મ વિ. સં. ૧૯૪૯(ગુજરાતી ૧૯૪૮)માં, મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લાના મહાલગાંવ નામે ગામમાં થયો હતો. પિતાનું નામ ભીમચંદ, માતાનું નામ રાઉબાઈ અને એમનું પોતાનું નામ રતનલાલ હતું. એમની જ્ઞાતિ ખંડેલવાલ હતી. એમણે વધારે અભ્યાસ નહોતો કર્યો, પણ નાનપણથી જ ધર્મ પ્રત્યે પ્રીતિ હતી. તેઓ આજીવન બ્રહ્મચારી હતા. વિ. સં. ૧૯૮૪માં એમણે, દિગંબર ધર્મસંઘની પરંપરા પ્રમાણે મુનિરાજ શ્રી ચંદ્રસાગરજી પાસે બીજી પ્રતિમાનો, બે વર્ષ પછી સંવત ૧૯૮૬માં આચાર્ય શ્રી શાંતિસાગરજી પાસે સામતી બ્રહ્મચારી પ્રતિમાનો અને ત્યાર પછી ચાર વર્ષે વિ. સં. ૧૯૯૦માં ક્ષુલ્લકદીક્ષાનો સ્વીકાર કર્યો. આ રીતે ૧૨-૧૩ વર્ષ સુધી ધર્મસાધના કરવાને પરિણામે, દિગંબરમુનિ તરીકેની આકરી સાધના માટેની પોતાની આંતરિક તૈયારી હોવાની ખાતરી થઈ, એટલે એમણે વિ. સં. ૨૦૦૩માં વસ્ત્રસહિત સર્વસંગનો પરિત્યાગ કરીને મુનિરાજ શ્રી સુમતિસાગરજી પાસે દિગંબર જૈન ધર્મની મુનિદીક્ષા ગ્રહણ કરી. આ રીતે નવ-દસ વર્ષની મુનિદીક્ષા દરમિયાન ઉત્કટ આરાધના કરી. તે અરસામાં દિગંબર સંઘના વયોવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ આચાર્ય શ્રી શાંતિસાગરજી કુંથલગિરિ ઉપર વિ.સં. ૨૦૧૨માં અંતિમ સંલેખના કરીને સમાધિમરણને વર્યા તે પછી ચાર જ દિવસે મુનિશ્રી સુપાર્થસાગરજીના ગુરુ મુનિશ્રી સુમતિસાગરજી પણ કાળધર્મ પામ્યા. આ પ્રસંગોથી વિશેષ વૈરાગ્યવાસિત બનીને મુનિવર્યશ્રી સુપાર્શ્વસાગરજીએ બાર વર્ષની સમાધિનો (એટલે કે હિંદી વિ. સં. ૨૦૧૨ના ભાદરવા સુદિ પાંચમથી બાર વર્ષમાં યમ-સંલેખના કરીને સમાધિમરણનો) સંકલ્પ કર્યો. આ વર્ષે (હિન્દી વિ. સં. ૨૦૨૪માં) આ અવધિ પૂરો થતો હતો, અને મુનિશ્રી સુપાર્થસાગરજી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા કૃતનિશ્ચય હતા. તેઓ ઉદેપુરમાં ચાતુર્માસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy