SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન આ રીતે, તેમ જ જૈનધર્મની વિશ્વમૈત્રીપ્રધાન મૂળભૂત પ્રકૃતિનો વિચાર કરીએ તો, જૈન સાહિત્યને કેવળ ભારતીય સંસ્કૃતિની જ નહીં, પણ સમગ્ર માનવ-સંસ્કૃતિની બહુમૂલી મૂડી કે એનું અગત્યનું અંગ લેખવામાં કદાચ કોઈને અતિશયોક્તિ લાગે, તો પણ એમાં વાસ્તવિકતા રહેલી છે એમાં શંકા નથી; અલબત્ત, ભાષાભેદ, જીવનપદ્ધતિ અને વિચારપદ્ધતિનો ભેદ, જ્ઞાતિજન્ય કે દેશજન્ય ભેદ, તેમ જ અજ્ઞાન, અંધશ્રદ્ધા કે અહંકાર વગેરેને કા૨ણે જન્મેલા ભેદોને લીધે, ઘણી વાર જે વસ્તુને પોતાની લેખવામાં લેશ પણ હાનિને બદલે ઊલટા લાભની શક્યતા હોય, એને પણ પરાઈ માની લેવામાં આવે છે. આમ છતાં સંતોની ધર્મવાણી એ વિશ્વની અમૂલ્ય મૂડી જ બની રહે છે. - જે સાહિત્ય જિનેશ્વરે પ્રરૂપેલ તત્ત્વજ્ઞાન એટલે કે દર્શનની તેમ જ આચાર એટલે ધર્મની સમજૂતી આપે એનું નામ જૈન સાહિત્ય – એમ આપણે કહી શકીએ. પણ જૈન સાહિત્યના સર્જનની આ ક્ષેત્રમર્યાદા બહુ લાંબો વખત ચાલુ રહી હોય એમ, જૈન સાહિત્યનો ઇતિહાસ જોતાં, નથી લાગતું. ક્રમે-ક્રમે જૈન શ્રમણો અને જૈનધર્મના અનુયાયીઓની બુદ્ધિ, સર્જનશક્તિ કે રુચિ પ્રમાણે એનું સર્જનક્ષેત્ર વિસ્તૃત થતું ગયું, અને એમાં સૈકે-સૈકે નવાનવા વિષયોના ગ્રંથો ઉમેરાતા જ ગયા. પરિણામે, આજે વિદ્યાની લગભગ બધી શાખાઓના ગ્રંથોનો જૈન સાહિત્યમાં સમાવેશ થઈ ગયો છે; સાથે-સાથે ભાષાની દૃષ્ટિએ અર્ધમાગધી-પ્રાકૃત, સંસ્કૃત જેવી શાસ્ત્રીય ભાષામાં, તેમ જ ગુજરાતી, રાજસ્થાની, હિંદી, તામિલ વગેરે વિવિધ આધુનિક લોકભાષાઓમાં પણ જૈન સાહિત્યની રચના થતી રહી. આમ ઉત્તરોત્તર જૈન સાહિત્યની સમૃદ્ધિમાં તેમ જ અમુક અંશે એની ગુણવત્તામાં પણ વધારો થતો ગયો. એટલે આજે જૈન સાહિત્ય એ ભારતીય સંસ્કૃતિનું સમૃદ્ધ અંગ અને એના અધ્યયન માટેનું અનિવાર્ય સાધન લેખાવા લાગ્યું છે. અને એ રીતે આપણા દેશના તેમ જ વિદેશના પૌરસ્ત્ય વિદ્યાના અને વિશેષ કરીને ભારતીય વિદ્યાના અભ્યાસીઓ અને વિદ્વાનોનું ધ્યાન જૈન સાહિત્ય પ્રત્યે વિશેષ દોરાયું છે. 390 સમયના વહેણ સાથે જૈન સાહિત્યનો જે રીતે વિસ્તાર થતો ગયો, તે ઉપરથી આપણે એને, સામાન્ય વિભાગીકરણ માટે, બે ભાગમાં વહેંચી શકીએ : એક તો જૈન દર્શનનાં મૂળતત્ત્વો અને જૈનધર્મના મૂળ સિદ્ધાંતો ઉપર પ્રકાશ પાડે એવા ગ્રંથો; બીજી રીતે કહીએ તો જૈનશાસ્ત્રોના ચાર અનુયોગો – દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ – ને લગતું સાહિત્ય – ભલે પછી એવા ગ્રંથની રચના જૈનધર્મીએ કરી હોય કે જૈનેતરે. આનો બીજો વિભાગ તે મુખ્યત્વે જૈનધર્મના શ્રમણવર્ગ યા અન્ય અનુયાયીઓએ સમતોલ લોકઘડતર માટે રચેલું વિવિધ સાર્વજનિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy