SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨ અનિવાર્ય નથી. જેના પાલનથી અંતઃકરણની શુદ્ધિ કે કષાયોની નિવૃત્તિ થાય એનું નામ ધર્મ – ભલે પછી એ ઘરમાં રહીને આચરાય, કોઈ ધર્મસ્થાનમાં કે એકાંત વનવગડામાં; સાવ પ્રશાંત રીતે કે ઉત્સવપૂર્વક. મોક્ષલક્ષી જૈનધર્મ પ્રમાણે જો ધર્મની એકદમ સરળ સમજ આપવી હોય તો એમ કહી શકાય કે જેનાથી કર્મનો નાશ થાય એનું નામ જ ધર્મ, જેમને જીભાજોડીમાં, મિથ્યા અભિનિવેશમાં કે બાહ્યાડંબરમાં ન પડતાં ધર્મનું - ધર્મપાલનનું હાર્દ જાણવું હોય, એમને માટે આપણા જીવનસાધક, જ્ઞાની, અનુભવી શાસ્ત્રકારોએ ઉપર પ્રમાણેનો સાવ સરળ ગજ બનાવી રાખ્યો છે; એને ભરોસે કોઈ પણ માનવી ઇચ્છે ત્યારે પોતાના ધર્મપાલનનું સારાસારપણું નક્કી કરી શકે છે. પણ, આ તો ત્યારે જ બને, જ્યારે માનવી સરળ પ્રકૃતિનો હોય. પણ દુનિયામાં સરળતા જ ખરેખરી મુકેલ વસ્તુ બની ગઈ લાગે છે ! ખરેખર તો ધર્મપાલનને માટે ધનવ્યય અનિવાર્ય છે જ નહીં. ઊલટું, ધનનો, ધન ઉપરની મૂચ્છનો અને ધન મેળવવા માટેની તાલાવેલીનો ત્યાગ કરવો – એ બધાંથી મનને મુક્ત બનાવવું – એ જ ધર્મનો એક ઉદ્દેશ છે, મુક્તિમાર્ગનો ઉપાય છે. પણ આજે ધાર્મિકતાની ચકાસણીમાં ધનને તો લગભગ મુખ્ય કસોટીનું મહત્ત્વ મળી ગયું છે. પરિણામે, આપણું ધર્મપાલન ઘણી વાર ધર્મના સાચા અર્થથી દૂર જતું રહે છે; આપણે ઘાણીના બળદની જેમ ઠેરના ઠેર રહીએ છીએ – જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિથી દૂરના દૂર જ રહીએ છીએ. પાસે ધન હોય અને એનો ઉપયોગ ધર્મપ્રભાવનાને માર્ગે કરવો, ધર્મ સેવાપ્રવૃત્તિઓમાં કરવો એ એક વાત છે; તે અવશ્ય આવકારપાત્ર છે. પરંતુ ધર્મને માટે ધન મેળવવા વલખાં મારવાં એ એનાથી તદ્દન જુદી બાબત છે; અને ધનનો વ્યય થાય તો જ ધર્મપાલન કર્યું કહેવાય એવી મનોદશા તો સાવ દૂર કરવા જેવી છે. પેલા નીતિશાસ્ત્રકારે સાચું જ કહ્યું છે કે ધર્મપાલનને માટે ધનની ઈચ્છા કરવી એ તો, પહેલાં કાદવમાં પગ નાખીને પછી એને ધોવાની ઈચ્છા કરવા જેવી, તજવા યોગ્ય ઇચ્છા છે. સાચી ધાર્મિકતા કે સાચા ધર્મપાલનને ધનની સાથે કશી લેવાદેવા નથી; ઊલટું, ખરી લેવાદેવા તો ધનના પરિવાર સત્યાગ) સાથે જ છે – એ વાતનું ઉદબોધન કરતાં અનેક દૃષ્યતો ધર્મશાસ્ત્રોમાં છે. ખુદ આપણા તીર્થકરોનું જીવન જ આ માટે આદર્શ દષ્ટાંત બની રહે એવું છે. જો ધનવ્યયથી રચાતો બાહ્યાડંબર જ ધર્મપાલનની પારાશીશી હોત તો તો દુન્યવી સંપત્તિની દૃષ્ટિએ સાવ ગરીબ લેખાતા પુણિયા શ્રાવકનું સ્થાન કયાં હોત? અને શાસ્ત્રોમાં તો એના ધર્મપાલનને આદર્શરૂપ લેખવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy