SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃતાદિનું અધ્યયન : ૭ આ સમિતિએ તા. ૧૧-૮-૧૯૬૪ના રોજ મંડળના બંધારણની રૂપરેખા તૈયાર કરી હતી. તા. ૨૧-૯-૧૯૬૪ના રોજ મળેલી, નોંધાયેલા મંડળના સભ્યોની સભાએ મંડળના બંધારણને આખરીરૂપ આપીને એને બહાલી આપી હતી. તદુપરાંત આગામી (સને ૧૯૬૫ના) માર્ચ પછી મંડળની કાર્યવાહક સમિતિની, બંધારણ મુજબ રચના થાય ત્યાં સુધી પંદર સભ્યોની કામચલાઉ કાર્યવાહક-સમિતિની વરણી કરી હતી. બંધારણમાં આ મંડળનો ઉદ્દેશ દર્શાવતાં કહેવામાં આવ્યું છે - “આ મંડળનો ઉદ્દેશ પ્રાકૃત ભાષા તથા સાહિત્યનો વિકાસ* સાધવાનો, તેનો પ્રચા૨ ક૨વાનો અને તેના અભ્યાસીઓને સહાયક થવાનો છે.” આ ઉદ્દેશને પાર પાડવા જે-જે પ્રવૃત્તિઓ તથા કાર્યક્ષેત્ર અપનાવવાનું આવશ્યક અને શક્ય માનવામાં આવ્યું છે તેનો બંધારણમાં આમ નિર્દેશ છે : ‘(૧) ભારતનાં જુદાંજુદાં રાજ્યો, તેમાંની યુનિવર્સિટીઓ, કૉલેજો તથા શાળાઓમાં, તથા શકય હોય ત્યાં પરદેશમાં પણ પ્રાકૃત શીખવવાની વ્યવસ્થા થાય તેવા પ્રયત્નો કરવા. ‘(૨) જ્યાં આવી વ્યવસ્થા હોય ત્યાંના વિદ્યાર્થીઓને ઉત્તેજન આપવા માટે પાઠ્યપુસ્તકો, ફી, સ્કૉલરશિપ તથા ઇનામ વગેરે આપવાનો પ્રબંધ કરવો. આ માટે જે-તે શાળા અથવા કૉલેજના અધ્યાપકની ભલામણ ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓને મદદ કરવી. ૪૪૧ ‘(૩) ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન ભાષાઓ તથા તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને સહાય કરનારાં જે-જે મંડળો અથવા સંસ્થાઓ હોય, તેમનો સહકાર સાધીને વધારે સારા પાયા ઉપર કામ થાય તેમ કરવું. “(૪) યોગ્ય પાઠ્યપુસ્તકની ખામી જણાય ત્યાં તે દૂર કરવા પ્રયત્ન કરવા. જરૂર ઊભી થાય ત્યાં યોગ્ય પુસ્તકોનું પ્રકાશન કરવું અથવા તેના સંપાદકો અથવા પ્રકાશકોને સહાય કરવી. ‘(૫) પ્રાકૃતવિદ્યાને લગતા લેખો મગાવીને તેનો સંગ્રહ બહાર પાડવો, તથા જરૂર લાગે તો, સામયિકનું સંપાદન-પ્રકાશન કરવું. ‘(૬) પ્રાકૃતવિદ્યાના પ્રચાર માટે જાહેર વ્યાખ્યાનો ગોઠવવાં. ‘(૭) પ્રાકૃત તથા તત્ત્વજ્ઞાનના વર્ગો ચલાવવા. ‘(૮) પ્રાકૃત ભાષા અને સાહિત્ય કઈ કઈ યુનિવર્સિટીમાં શીખવાય છે, તેમાં કર્યાં કર્યાં પુસ્તકો નિયત થયાં છે તથા તેના અભ્યાસીઓને કેવી સગવડો મળે છે * અહીં ‘પ્રાકૃત ભાષા તથા સાહિત્યના અધ્યયનનો વિકાસ’ – એમ અભિપ્રેત લાગે છે; વાક્ય૨ચનામાં ગક્ષ્ત છે. સં. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy