SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૮, ૯ ૨૪૩ શ્રી રત્નમંડન-ગણીએ વિક્રમના અઢારમા સૈકામાં રચેલ સુપ્રસિદ્ધ “ઉપદેશતરંગિણી' ગ્રંથમાં મોક્ષની સાચી અને સુગમ સમજણ આપતાં સ્પષ્ટ કહ્યું છે કે ન શ્વેતાંબરપણામાં, દિગંબરપણામાં, તત્ત્વચર્ચામાં, તાર્કિક વાદવિવાદમાં કે ન અમુક પક્ષ (એટલે કે ફિરકા, ગણ, ગચ્છ કે સમુદાય)નો આશ્રય લેવાથી મુક્તિ મળે છે. કષાયોથી મુક્તિ એ જ, ખરેખર, મુક્તિ છે (“પાવિત: છિન મુક્તિવ''), એટલે ગચ્છ વગેરેના વ્યામોહથી મુક્તિ મેળવવી એ મોક્ષપ્રાપ્તિ માટે અનિવાર્ય છે. સંઘની એકતાની ભાવનાથી પ્રેરાઈને દેવપુરના ભાઈઓએ ગણગચ્છીનું વિસર્જન કરવાનું જે અસાધારણ પગલું ભર્યું છે તે એમની હિંમત તેમ જ દૂરંદેશીનું સૂચન કરે છે. અત્યારે તો અમે એમને એટલું જ સૂચવવું બસ માનીએ છીએ કે એમના આ પગલામાંથી કયાંય નવો મત કે ગચ્છ ન જન્મે એ માટે પૂરેપૂરા જાગતા રહેજો! (તા. ૧૦-૧-૧૯૭૦) (૯) શ્રમણભક્તિમાં સમત્વની જરૂર કંઈક સંકોચ અનુભવવા છતાં લખવા જેવું લાગવાથી અમે બહુ જ નમ્રતાપૂર્વક આ સૂચન કરીએ છીએ; અને તે પણ શ્રાવક-શ્રાવિકાવર્ગના ઉત્કર્ષ માટે સતત ચિંતા સેવતા અને એ માટે નિરંતર પ્રયત્ન કરતા પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી સાજા થઈ ગયા પછી જ અમે આ લખી રહ્યા છીએ. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની બીમારી દરમિયાન તેઓશ્રીની સારવાર માટે બે સમિતિઓ નીમવામાં આવી હતી : એક બારેક ગૃહસ્થોની કાર્યવાહક સમિતિ, જેના મંત્રીઓ તરીકે શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી અને શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ હતા, અને બીજી સમિતિ તે સાતેક તબીબોનું બનેલું એક તબીબી-સલાહકાર-મંડળ. આવા પ્રસંગે તબીબી-સલાહકાર-મંડળ નીમવામાં આવે એ જરૂરી અને સમજી શકાય એવી વાત છે, પણ આ માટે મંત્રીઓ સહિત કાર્યવાહક સમિતિ નીમવી એ કંઈક નવી વાત લાગે છે. સારવારને માટે યોગ્ય વ્યક્તિઓની જરૂર હોય એની ના નથી; પણ એ માટે આવી સમિતિની નિમણૂક કરવાથી બીજાઓની ભક્તિને અજાણપણે પણ અવગણના થઈ જવાનો ઘણો સંભવ છે. અને કદાચ કોઈ કારણસર આવી સમિતિ રચવી જ પડે, તો તેની છાપાંઓમાં જાહેરાત કરવાની તો મુદ્દલ જરૂર ન હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy