SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૬ ૧૯૩ એક ઉપકારક, શાસનપ્રભાવક નિર્ણય આ કાર્યને પાંચ-છ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં એની મહત્તા, ઉપયોગિતા અને ઉપકારકતામાં કંઈક પણ વધારો થયો છે, એટલે મોડેમોડે પણ એની પ્રશસ્તિ યોગ્ય છે. સંઘ ઉપર ઉપકાર કરનારું અને જૈનશાસનની પ્રભાવનમાં મહત્ત્વનો ફાળો આપનારું આ કાર્ય તે અમુક સમુદાયનાં સાધ્વીજી મહારાજોને વ્યાખ્યાન વાંચવાની આપવામાં આવેલ છૂટ, અને આવી છૂટ આપનાર આપણા સંઘનાયક તે આચાર્ય શ્રી વિજયરામસૂરિજી મહારાજ (ડેલાવાળા). તેઓશ્રીએ શ્રીસંઘની ધર્મશ્રદ્ધાને ટકાવી રાખવાની અને વધારવાની ઉપકારક દૃષ્ટિથી પ્રેરાઈને, પરિસ્થિતિની ગંભીરતાને પારખીને, લાભલાભનો પૂરતો વિચાર કરીને પોતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાયને ગત ચાતુર્માસની શરૂઆતમાં વ્યાખ્યાન વાંચવાની છૂટ આપીને આપણા સંઘ ઉપર તથા પોતાના સાધ્વીસમુદાય ઉપર મહાન ઉપકાર કર્યો છે એમાં શક નથી. તેઓએ આવો આવકારપાત્ર અને અનુકરણીય નિર્ણય કર્યો, એમાં એમણે બે-ત્રણ વર્ષ પહેલાં કલકત્તા વગેરે દૂરના પ્રદેશોમાં કરેલ વિહાર દરમિયાન પલટાતા દેશ-કાળને જોવા-સમજવાના મુક્ત મને કરેલા પ્રયાસનો પણ હિસ્સો હશે એમ લાગે છે. એ જે હોય તે, પણ એમનો આ નિર્ણય શ્રીસંઘને અનેક રીતે લાભ કરનારો સાબિત થવાનો છે. જૈનસંઘના અન્ય ફિરકાઓ, જેવા કે સ્થાનકમાર્ગી તથા તેરાપંથનાં મહાસતીજીઓ, દિગંબરસંઘની આર્થિકાઓ, અરે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ખરતરગચ્છ, પાયચંદગચ્છ તેમ જ અંચલગચ્છનાં સાધ્વીજી મહારાજો, ઉપરાંત તપગચ્છમાં સુધ્ધાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના સમુદાયનાં આશાવર્તી સાધ્વીજીઓ ઉપાશ્રયમાં તેમ જ જાહેરમાં પ્રવચનો આપે છે. વળી, આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી (બાપજી) મહારાજનાં તથા આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી મહારાજનાં સાધ્વીજીઓ કચ્છમાં અને આગામોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી મહારાજનાં સાધ્વીજી મહારાજો માળવામાં વ્યાખ્યાનો વાંચે છે. આથી તાજેતરના ઉપર્યુક્ત નિર્ણયથી પ્રભુના ધર્મશાસનની પ્રભાવના થઈ છે કે હાલના એ વાતનો પૂર્વગ્રહથી મુક્ત બનીને વિચાર કરવામાં આવે તો એથી આપણા સંઘને કેટલો બધો લાભ થયો છે એ સમજતાં વાર ન લાગે. (તા. ૧૫-૧૨-૧૯૭૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy