SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ જિનમાર્ગનું અનુશીલના કરવાનું છે. પણ શ્રી મલકાણીજીએ આવી નોટિસો કાઢી હશે તે પોતાના અધિકારની કાયદેસરની મર્યાદાનો વિચાર કરીને જ કાઢી હશે એમ માની લઈએ અને આ બનાવની કાયદાની પરિભાષામાં છણાવટ કરવાનું આટલેથી જ થોભાવી દઈએ; આની કાયદેસર રીતે છણાવટ કરનારા મોટા-મોટા અનેક કાયદા-નિષ્ણાતો મુંબઈમાં વસે છે. પણ આ પ્રશ્રનો મૂળભૂત અને તાત્ત્વિક દષ્ટિએ થોડોક વિચાર કરીએ. જૈનધર્મ એ કેવળ આત્મશુદ્ધિને જ વરેલો ધર્મ છે. તેથી એના સમસ્ત આચારો અહિંસા, સંયમ અને તપને કેન્દ્રમાં રાખીને ગોઠવાયેલા છે. વૈભવવિલાસ, કાયાની આળપંપાળ કે પોતાના સુખને માટે પરપીડન - એ બધાંને એ દોષરૂપ લેખે છે. ઇન્દ્રિયનિગ્રહ, મનોનિગ્રહ અને એ બે સાધવાને માટે દેહદમન એ એની અહિંસાપ્રધાન આત્મસાધના માટેનો રાજમાર્ગ છે. અને અહિંસાના સંપૂર્ણ સાક્ષાત્કારરૂપે જગતના સમસ્ત જીવો સાથેની મૈત્રી(ત્તિી એ સવ્વપૂર્ણ)ની સિદ્ધિ એ જૈનધર્મનું ધ્યેય છે. એને સાધવા માટે અહિંસાનો અને બીજાના ભલાને ખાતર પોતાની કાયાને ઘસી નાખવાનો કરુણાનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે દેહનું લાલનપાલન કરવું, ભોગવિલાસને જ અંતિમ સત્ય માનવું એ જૈનધર્મની દૃષ્ટિએ સર્વથા હેય છે. - એટલે જેના હૃદયમાં જૈનધર્મની આ દષ્ટિનો ઉન્મેષ થયો હોય છે, તેનો પ્રયત્ન હંમેશાં એ જ રહે છે કે ઓછામાં ઓછી હિંસાથી જીવનનિર્વાહ થાય એ રીતે પોતાના જીવનનો ક્રમ ગોઠવવો, અને જ્યારે આ દેહ ક્રિયા કે ધ્યાનાદિક માટે અશક્ત જ બને, ત્યારે માત્ર તેને ટકાવી રાખવા માટે હિંસા વગેરે દોષોનો અને કાયાની વ્યર્થ માયાનો ત્યાગ કરીને ધર્મને માર્ગે દેહનું સમાધિપૂર્વક વિસર્જન કરવાનો પરષાર્થ કરવો. આવા પુરુષાર્થને જૈનધર્મ શાસ્ત્રસંમત ગણીને સાધુઓ તેમ જ ગૃહસ્થોએ પાળવાનાં વ્રતોમાં “મારણાંતિકી સંલેખનાનો સમાવેશ કર્યો છે. જૈનધર્મના ઇતિહાસમાં તેમ જ એના પૌરાણિક સાહિત્યમાં ગૃહસ્થના કે સાધુના જીવનના એવા સંખ્યાબંધ દાખલાઓ મળી આવે છે, જેમાં અહિંસા દ્વારા આત્મસાધના માટે મથતા ઉત્કટ સાધકે છેવટે મારણાંતિકી સંલેખનાનો આશ્રય લઈને પોતાની જીવનલીલા સમાધિભાવ સાથે સંકેલી લઈને પોતાના જીવનને ઉજ્વળ કર્યું હોય. આ વિધિનું જ પ્રચલિત નામ સંથારો' છે. આવી દેહાંત-તપની આરાધનાનું વિધાન અને વર્ણન જૈનધર્મના આચારગ્રંથોમાં ઠેર-ઠેર મળે છે એ ઉપરથી એટલું તો લાગે જ કે આ માર્ગ કઠિનમાં કઠિન હોવા છતાં એનું પાલન ભૂતકાળમાં પણ ક્યારેક-ક્યારેક થતું હશે. વધારે નહીં, તો છેલ્લાં દસ વર્ષનો ઇતિહાસ તપાસીશું તો એમાં ય આવા અતિઉગ્ર તપના ૮-૧૦ (કદાચ વધુ પણ) દાખલાઓ તો મળશે જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy