SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૬ ૩૪૧ ઓરિયેન્ટલ કોન્ફરન્સની સ્થાપના સને ૧૯૧૯માં થઈ હતી, અને એનું પહેલું અધિવેશન એ જ વર્ષમાં, પૂનામાં, સર રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરના પ્રમુખપદે મળેલું. આ કોન્ફરન્સનું પ્રમુખપદ પ્રો. સિલ્વૉ લેવી અને ડૉ. એફ. ડબલ્યુ. થોમસ જેવા વિખ્યાત વિદેશી વિદ્વાનોએ અગાઉ શોભાવ્યું છે. કોન્ફરન્સનું પ્રમુખપદ ભારે ગૌરવરૂપ અને વિદ્વત્સમાજે કરેલ મોટા બહુમાનરૂપ લેખાય છે. કૉન્ફરન્સમાં પ્રા(પૌર્વાત્ય વિદ્યાને લગતા જુદાજુદા વિભાગો હોય છે. અત્યારે વૈદિક અને ક્લાસિકલ સંસ્કૃત, પાલી અને બૌદ્ધધર્મ, પ્રાકૃત અને જૈનધર્મ, ઇતિહાસ પુરાતત્ત્વ, તત્ત્વજ્ઞાન અને ધર્મ, ભારતીય ભાષાશાસ્ત્ર, કળા, દ્રવિડિયન ભાષાઓ, ઈરાનની સંસ્કૃતિ, ઇસ્લામ, અરબી અને ફારસી, બૃહભારતીય અધ્યયન - એમ ૧૪ વિભાગો છે. ઉપરાંત દેશના જે પ્રદેશમાં કોન્ફરન્સનું અધિવેશન મળતું હોય તે પ્રદેશની ભાષાનો એક વિભાગ પણ હવેથી પ્રાયઃ રાખવામાં આવે છે. આ દરેક વિભાગ માટે તે-તે વિષયના કોઈ નિષ્ણાત વિદ્વાન્ વિભાગીય પ્રમુખ તરીકે હોય છે. મુખ્ય પ્રમુખના ભાષણથી અધિવેશનનો આરંભ થયા પછી બીજી બેઠકમાં વિભાગીય પ્રમુખોનાં ભાષણો થાય છે. આ ભાષણો બધાં લખેલાં, અભ્યાસપૂર્ણ તેમ જ માહિતીપૂર્ણ હોય છે, અને એમાં આગલા અધિવેશનથી તે ચાલુ અધિવેશન સુધીના બે વર્ષના ગાળામાં પ્રાચ્યવિદ્યાની તે-તે શાખામાં થયેલ નોંધપાત્ર કામની આધારભૂત માહિતી ઉપરાંત પ્રમુખને વિભાગના અધ્યયનની ખામી, ખૂબી કે ભાવી પ્રગતિ અંગે જે કહેવાનું હોય છે તેનો તથા પોતાની શોધ કે સૂચનાઓના કથનનો સમાવેશ થાય છે. એથી વિભાગીય પ્રમુખોનાં ભાષણો મોટે ભાગે તે-તે વિદ્યાશાખામાં થયેલ કામગીરીના અહેવાલની ગરજ સારે છે; અને ભાવી કામગીરીનો પણ કેટલોક ખ્યાલ એમાંથી મળી રહે છે. સમયની મર્યાદાને લીધે દરેક પ્રમુખને પોતાના વક્તવ્યના મુખ્ય મુદ્દાઓ જ રજૂ કરવા પડે છે. અને આવા દરેક ભાષણમાંના કે એ વિદ્યાશાખાને લગતા કોઈ મુદ્દા અંગે કોઈને જિજ્ઞાસા હોય તો તેની પ્રશ્નોત્તરી હોય છે. વિભાગીય પ્રમુખોનાં ભાષણો બાદ તે-તે વિદ્યાશાખાઓને લગતા વિદ્વાનો તરફથી આવેલા નિબંધોના વાચનનો અને એ અંગેની પ્રશ્નોત્તરીનો ખૂબ રસપ્રદ કાર્યક્રમ શરૂ થાય છે. આમાં પણ સૌએ સમયમર્યાદાને તો માન આપવું જ પડે છે. આ બધા ય નિબંધોમાં સામૂર્તિ તિવ્યો વિવિત્' (આધાર વગર કશું ન લખવું) એ સંશોધનના પાયાના નિયમનું પાલન અચૂક કરવાનું હોય છે. કોઈ વિદ્વાન આ નિયમને ચૂકીને કલ્પનાવિહાર કરી બેસે તો પ્રશ્નોત્તરી વખતે એ ઝડપાયા વગર ભાગ્યે જ રહે; કયારેક તો એને ભોંઠા પડવાનો પણ વખત આવે ! એટલે નિબંધોનું તેમ જ પ્રશ્નોત્તરી કે ચર્ચાનું ધોરણ એકંદરે ઊંચું રહે છે. એમાં કોઈથી આકળા, આકરા કે ઉતાવળા તો થવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy