SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન આ જન્મને નિર્દોષ બનાવવો એ જ પુનર્જન્મના સિદ્ધાંતને જાણ્યાનો સાર છે. (તા. ૧૮-૧૧-૧૯૭૨) મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી દૈનિક ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના વાચકોનું ધ્યાન એના તા. ૧૧-૪-૧૯૬૬ના અંકના પહેલે પાને આવેલા Probe into The Unknown' (અજ્ઞાતની ઊંડી તપાસ) નામક લખાણ તરફ ગયા વગર ભાગ્યે જ રહ્યું હશે. જ્યપુર યુનિવર્સિટીમાં ડૉ. હેમેન્દ્ર એન. બેનર્જીની દેખરેખ નીચે, પૅરાસાઈકોલોજી વિભાગમાં પુનર્જન્મ અંગે સંશોધન ચાલી રહ્યું છે. આ સંશોધનના અનુસંધાનમાં ડૉ. બેનર્જી તાજેતરમાં પરદેશના પ્રવાસે નીકળ્યા છે. એમના આ પ્રવાસમાં ચાલી રહેલ સંશોધનકાર્યની કેટલીક વિગતો આપતાં ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલ મજકૂર લખાણમાં કહેવામાં આવ્યું છે : “લંડન, એપ્રિલ ૧૦ : હિંદુસ્તાનની યુનિવર્સિટીના એક ૩૮ વર્ષની ઉંમરના વિજ્ઞાની પુનર્જન્મના સિદ્ધાંતને સિદ્ધ કરવાની અથવા અસિદ્ધ ઠરાવવાની વિશ્વવ્યાપી તપાસમાં આજે અહીં આવી પહોંચ્યા છે. ૨૨ “જયપુરમાં ચાલતા પેરા-સાઇકૉલોજી વિભાગના ડિરેક્ટર ડૉ. હેમેન્દ્ર એન. બેનર્જીએ, પોતપોતાના પૂર્વજીવનની વિગતોને યાદ કરી બતાવવાની ચમત્કારિક શક્તિ દર્શાવના૨ વ્યક્તિઓની ઝીણવટભરી તપાસમાં બાર વર્ષ ગાળ્યાં છે. “ફિનલેન્ડ, ફ્રાન્સ, તુર્કસ્તાન, રશિયા, બર્મા, સિલોન અને બીજા દેશોમાંથી આ અંગે પુષ્કળ સામગ્રી મળી આવી છે આમ છતાં આનો (પૂર્વજન્મ કે પુનર્જન્મને લગતો) બુદ્ધિગમ્ય વૈજ્ઞાનિક ખુલાસો એમણે હજી શોધવાનો રહે છે. “આવતી કાલે ડૉ. બેનર્જી નોર્ધમ્બરલેન્ડના વ્હીટલબેના શ્રીમાન અને શ્રીમતી જ્હોન પોલોકની જોડિયા (એકસાથે જન્મેલ) પુત્રીઓની મુલાકાત લેવાના છે. પોલોક-દંપતી એવો દાવો કરે છે કે આ જોડિયા પુત્રીઓ મૃત્યુમાંથી ફરી સજીવન થયેલ' છે : તે બંને રૂપે, આઠ વર્ષ પહેલાં અકસ્માતમાં માર્યા ગયેલાં એમનાં પહેલાંનાં બાળકો - જેકેલાઈન ઉંમર વર્ષ છ અને જોને ઉંમ૨ વર્ષ ૧૧ · એ ફરી જન્મ ધારણ કર્યો છે. “શ્રી પોલોક અને એમનાં પત્નીનું કહેવું છે કે આ બે જોડિયા પુત્રીઓમાંની એક પુત્રી, જેનું નામ જેનીફર છે, એના કપાળ ઉપર જેકેલાઇનના કપાળના ડાઘ સાથે મળતો આવે એવો ડાઘ છે, જ્યારે બીજી પુત્રી ગિલીઅનને એમના ગુજરી ગયેલ બીજા બાળકના જેવું જન્મચિહ્ન છે. “આ જોડિયા પુત્રીઓના અક્ષરો, એમની બોલી અને બીજી રીતભાત ગુજરી ગયેલ બાળકોના જેવાં છે; વધુમાં, આ માતા-પિતાનું કહેવું છે કે તેઓ એ જીવલેણ અકસ્માતની વિગતો સારી રીતે વર્ણવી શકે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy