SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ ઃ ૨૪ લાંબાંલાંબાં ઠરાવો અને આવેદનો મોકલીએ છીએ, અને બીજી બાજુ આપણે પોતે જ સામે પગલે ચાલીને અને ગાંઠનું નાણું ખરચીને સરકારને આપણાં કાર્યોમાં દખલગીરી કરવા નોતરીએ છીએ !! સંભવ છે, કે આજે મમત અને અહંભાવના આવેશમાં આપણને આવી સરકારી દખલગીરી નોતરવામાં કશું અજુગતું ન લાગતાં, ઊલટું, ધર્મની રક્ષા નિમિત્તે એ અનિવાર્ય લાગતું હોય. પલટાયેલી અને હજુ પણ પલટાઈ રહેલી રાજદ્વારી પરિસ્થિતિમાં કોઈ પણ સંઘ, સમાજ, જાતિ, ધર્મ કે સંસ્કૃતિ વ્યાપક સંગઠન વિના પોતાનું ગૌરવ કે વર્ચસ્વ તો શું, પોતાનું અસ્તિત્વ પણ નહીં ટકાવી શકે એ નિઃશંક છે. ડેલાના ઉપાશ્રય જેવા અધાર્મિક ઝઘડાઓ જગાવી અને એનું પોષણ કરીને જો આપણે આપણાં ધર્મ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકીએ, તો તો તેલ છાંટીને અગ્નિને બૂઝવવા જેવો ચમત્કાર આપણે કર્યો ગણાય ! વધારે અફસોસ તો એ છે, કે વ્યવહારડાહ્યા ગણાતા આપણે વાણિયાઓ પોતાને જ ભરખી જનાર આ પ્રલયાગ્નિમાં ઘી હોમીએ છીએ ! આ માટે કોને શું કહેવું ? આમાં તો સાધુઓ ય સમર્થ છે અને શ્રાવકો ય સમર્થ છે; છતાં સાધુઓને અમે એટલું જ વિનવીએ છીએ કે આપ જૈનસંઘની સાવકી માની નહીં, સાચી માની ગરજ સારશો, અને એમ જૈનસંઘના ક્ષેમ-કુશળ માટે અંગત મમતનું બલિદાન આપવામાં આનંદ અનુભવશો. શ્રીમંત અને વહીવટદાર તરીકેનો મોભો ધરાવતા શ્રાવકોને અમે ભારપૂર્વક એટલું જણાવવા માગીએ છીએ કે આપને જે વહીવટ સોંપવામાં આવેલો છે, તે નાણાંનો નહીં, ઈંટ-ચૂના-લાકડાના મકાનનો નહીં, એમાંના રાચ-રચીલાનો પણ નહીં, ખરો વહીવટ તો ઉપાશ્રય જેવાં ધર્માંગારોના એકએક ખૂણામાં જેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે તે ધાર્મિકતાનો વહીવટ સોંપવામાં આવ્યો છે. આપના કોઈ પણ કૃત્યથી જો ધાર્મિકતાને લેશ પણ ક્ષતિ પહોંચી, તો આપના હજારો પ્રયત્નો પણ એળે જવાના. આ નોંધની શરૂઆતમાં જ અમે કહ્યું છે, કે આવા ઝઘડા એ આપણી અધાર્મિકતાના રોગના સૂચક છે. ખરી વાત એ છે, કે અમદાવાદના (અને કોઈ કોઈ બીજાં ગામોના પણ) ઉપાશ્રયોને એક મોટું દૂષણ લાગેલું છે તે એ, કે ઉપાશ્રયો અન્ય પંથના સાધુઓને તો નહીં, પણ બધા શ્વે. મૂ. સાધુઓને પણ ઉતારો આપવા તૈયા૨ નથી. અમુક સમુદાયના સાધુઓને જ ઊતરવા દે છે. આવો નિયમ એ ઉપાશ્રયો માટે મહારોગની નિશાની છે, અને એના કારણે અનેક અધાર્મિકતાનું આપણે ધર્મના જ નામે પોષણ કરીએ છીએ. આ માટે અમે આ પહેલાં પણ લખ્યું છે અને આજે પણ Jain Education International ૨૯૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy