________________
૪૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ર ( પ્રકરણ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી તેના કળશ-દંડ ચડાવ્યા હતા. અને તેની ધજા પણ અરિસિંહ અને માલવરાજને સાથે રાખીને પોતે જ બાંધી હતી. આ સ્થાનને મુસલમાનોએ નાશ કર્યો, જે સ્થાન અત્યારે “અઢાઈ દિનકા ઝુંપડા” એ કૌતુકી નામથી ઓળખાય છે. - આ સિવાય આચાર્યશ્રીના ઉપદેશથી રાજા વિગ્રહની માતા સુહવદેવીએ બહુપુર વગેરે ૧૦૫ સ્થાનમાં ભ૦ પાર્શ્વનાથજી વગેરેનાં જિનાલય બનાવ્યાં હતાં. સં. ૧૧૮૧ કે સં૦ ૧૧૧ માં ફલોધિ પાર્શ્વનાથ પ્રકટ્યા ત્યારે તેમના પ્રાકટય ઉત્સવમાં આ૦ ધર્મષસૂરિ ત્યાં હાજર હતા. તેમણે સં૦ ૧૧૮૬માં “ધમ્મક પદુમે” તથા સં. ૧૧૮૬ના માગશર શુદિ પ ના દિવસે ગૃહિધર્મપરિગ્રહપ્રમાણ ગ્રંથ બનાવ્યા છે. “મંગલતેત્ર” (લે. ૧૫), “પાર્શ્વનાથસ્તોત્ર (લે. ૧૬) રચ્યા છે.
ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહે તેમની ઘણી પ્રશંસા કરી હતી. ધર્મપ્રચાર- આચાર્યશ્રીએ બ્રાહ્મણ, માહેશ્વરી વૈશ્ય અને ક્ષત્રિયોને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. વહીવંચાની વહીઓમાં લખ્યું છે કે, સં૦ ૧૧૨૯૯માં તેમણે મુદિયાડના બ્રાહ્મણોને જૈન બનાવી નારાના પરિવારનું નહાર ગેત્ર સ્થાપ્યું હતું. સં. ૧૧૩૨ માં વણથલીના ચૌહાણ રાજા પૃથ્વીપાલ વગેરેને જૈન બનાવ્યા. તેના સાતમા પુત્ર મુકુંદને પુત્ર સાહારણ, જે વહાણવટુ ખેડતા હતા તેના પરિવારનું ભાણવટુ ગેત્ર સ્થાપ્યું, સં૦ ૧૧૩૨ માં અજયનગર પાસે જ્યેષ્ઠા નગરના પંવાર રાવ, સુર અને તેના નાનાભાઈ સાંકલાને જૈન બનાવ્યા; અને તેમના પરિવારનું સુરાણુગેત્ર તથા સાંખલાગેત્ર સ્થાપ્યું, જેમને
સુરાણાગછ બને. એ જ રીતે આચાર્યશ્રીએ નવા નવા જૈને બનાવી તેમનાં મીઠડિયા, સોની, ઉસતવાલ, ખટર વગેરે ગેની સ્થાપના કરી હતી. એકંદરે આ ધર્મઘોષસૂરિના ઉપદેશથી એસવાલમાં ૧૦૫ અને શ્રીમાલીમાં ૩૫ નવાં જૈન ગોત્ર બન્યાં. તે બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org